બનાસકાંઠામાં કેશિયરની નોકરી કરતા વ્યક્તિએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું ! સ્યુસાઈડ નોટમાં કર્યો મોટો ધડાકો…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક બેન્કના કેશિયર તરીકે કામ કરતા યુવકે ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું. એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. આપઘાતન કારણ જાણી તમે પણ રહી જશો દંગ.
તમને જણાવીએ આપઘાતની આ ધ્રુજવી દેતી ઘટના બનાસકાંઠા જિલ્લા માંથી સામે આવી રહી છે જ્યાં મધ્યસ્થ સહકારી બેંકની કાંકરેજ તાલુકાના ખીમાણામાં શાખા કાર્યરત છે. જ્યાં છેલ્લા ત્રીસ વર્ષથી કાંકરેજ તાલુકાના રતનપુરાના નારણજી વાલાજી ઠાકોર (ઉ.વ.52) કેશિયર તરીકે ફરજ બજાવતાં હતા. જોકે, બેંકના મેનેજરના ત્રાસથી નારણજીએ ગુરૂવારે પોતાના ઘરે પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે.
આ અંગે મૃતકના પુત્ર સુરેશજી ઠાકોરે દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતુ કે, તેમના પિતા મેટ્રીક પાસ હતા. છેલ્લા 35 વર્ષથી બનાસબેંકમાં ફરજ બજાવતાં હતા. ખિમાણામાં છેલ્લા એક વર્ષથી કેશિયર તરીકે ફરજ બજાવતાં હતા. આ આપઘાતની ઘટના પાછળ એવું પણ સામે આવી રહ્યું છે કે બેંકનો મેનેજર સુધીરભાઇ ઠક્કર તેમને કમ્પ્યુટરનું જ્ઞાન નથી તેમ કહી અવાર- નવાર નોકરી બાબતે હેરાન કરતા હતા આથી શુક્રવારે સાંજે રતનપુરા ગામે મકાનના રૂમમાં પંખે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
જેમની અંતિમ ક્રિયા વખતે કપડા બદલતી વખતે ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી હતી. અને એમાં તેમણે લખ્યું હતું કે, હું બનાસ બેંક ખીમાણા શાખામાં નોકરી કરું છું. બનાસ બેંક ખીમાણા શાખાના મેનેજર મને હેરાન પરેશાન કરતા હોવાથી હું આપઘાત કરું છું. તો મેનેજરને કડકમાં કડક સજા કરવા વિનંતી. મેનેજરનું નામ સુધીર ઠક્કર છે. આમ આ સમગ્ર ઘટનાને પગલે આ અંગે મૃતકના પુત્રએ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.