કાર અને જીપ વચ્ચે ભંયંકર અક્સમાતમાં ઝાલોદના પોલીસ જવાનનું મોત થયુ…જાણો આખી ઘટના..
આજકાલના સમયમાં વાહનવ્યવહારની સંખ્યા વધતી જોવા મળે છે ત્યારે આજકાલના સમયમાં અકસ્માતોની સંખ્યામાં ખૂબ જ વધારે પ્રમાણમાં વધારો જોવા મળ્યો છે..પરંતુ જ્યારે કોઈ અકસ્માતમાં દેશની રક્ષા કરતા કોઈ પોલીસ જવાન મૃત્યુ પામે ત્યારે ખૂબ જ દુઃખ થવા પામેં છે આવી જ એક દાહોદ ગામની બેહદ દુઃખદ ઘટના સામે આવી છે…ચાલો આ ઘટના વિશે જાણીએ..
દાહોદ ગામના ઝાલોદ પોલીસ મથકના મનોજ માલિવાડ જે એક કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા હતાં. તેઓ એક કેસ અંગેની તપાસ માટે પોતાની Private કાર લઈને ઝાલોદથી લીમડી તરફ જવા હાઇવે પરથી પસાર થયા હતા.એ સમયગાળા દરમિયાન ઝાલોદના બાયપાસ નજીક તેઓ એક કારને ઓવરટેક કરીને આગળ જવા નીકળ્યા ત્યારે સામેથી ખૂબ જ ઝડપથી સામેથી આવતી ક્રૂઝર જીપ ગાડી સાથે ભયજનક રીતે ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
ત્યારબાદ ખૂબ જ ગંભીર ઇજા પામેલા પોલીસ જવાનને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા..પરંતુ નસીબ વિયોગે આ જવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું..
આ બાબતની આ પોલીસ પરિવારને જાણ થતા તેના પરિવારમાં અને સમગ્ર પોલીસ મથકમાં શોકનું વાતાવરણ સર્જાઈ ગયું હતું..જોકે આ સાથે અન્ય એકને ઇજા થતાં તેમને ઝાલોદની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં..
હવે આ જવાનના મૃતદેહનું પોસ્ટમોર્ટમમાં મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે..અને આ અકસ્માત અંગે પણ પોલિસે યોગ્ય તપાસ શરૂ કરી છે..ઈશ્વર આ જવાનની આત્માની શાંતિ અર્પે એજ અર્થે પ્રાર્થના