વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! 2 વર્ષના બાળકના પેટ માથી એવી વસ્તુ મળી કે જાણીને આંચકો લાગશે… થયું એવુ કે
ઘણી વખત અજાણ્યામાં આપણાથી એવી ભૂલ થઇ જતી હોઈ જે જે ભૂલને લીધે આપણો જીવ પણ જોખમમાં પડતો હોઈ છે. લોકો ઘણી વખત કોઈ ધ્યાનના અભાવ અને કોઈ નાની ભૂલને કારણે અકસ્માતનો શિકાર બનતા હોઈ છે. તેવીજ રીતિ હાલ એક ખુબજ ચોકાવનારો કિસ્સો સામે આવી રહ્યો છે. તેવામાં જો નાના બાળકોની વાત કરવામાં આવે તો તેને કોઈ પણ બાબતોનો ખ્યાલ હોતો નથી અને ઘણી વખત પરિવારની બેદરકારીને લીધે બાળકનો જીવ પણ જોખમમાં મુકાતો હોઈ છે. આ કિસ્સામાં પણ એક 2 વર્ષનો બાળકનો એક્સ-રે કરતા એવી વસ્તુ જોવા મળી કે સોં કોઈ ચોકી ગયું આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.
પરિવારનો હોશ ઉડાવી દેતો કિસ્સો કેરળના તિરુવનંતપુરમાંથી સામે આવી રહ્યો છે જ્યાં રહેતા બે વર્ષનો બાળક પોતાના ઘરમાં રમી રહ્યો હતો. તે સૂતા-સૂતા ટીવી જોઈ રહ્યો હતો. આ દરમિયાન તેણે ટીવીનું રિમોર્ટ મોંમાં નાખ્યું. રિમોર્ટનો પાવર તેના મોંમાં જતો રહ્યો અને તે અન્નનળીમાં અટકી ગયો. જો તેનું સમયસર ઓપરેશન ન થયું હોત તો બાળકનો જીવ બચાવવાનું મુશ્કેલ થઈ ગયું હોત. થયું એવું કે ટીવીના રિમોટમાં વપરાતો પાંચ સેન્ટીમીટર લાંબો અને દોઢ સેન્ટીમીટર પહોળો પાવર બાળક ભૂલથી ગળો ગયો હતો.
આમ માતા-પિતાએ જોયું કે, ટીવીનું રિમોટ ખુલ્લું પડ્યું હતું અને પાવર ગાયબ હતો. તેમને સમજવામાં વાર ન લાગી કે, શું થયું છે. આમ જે બાદ તેને એક ખાનગી હોસ્પિટલમાં લવાયો હતો. તેની હાલત ઘણી જ ગંભીર હતી. ડોક્ટરોએ તેનો એક્સ-રે અને અલ્ટ્રાસાઉન્ડ કર્યો તો ચોંકી ગયા. પેટમાં પાવર જેવું કંઈક જોવા મળ્યું. જાણવા મળ્યું કે, બાળક અકસ્માતે ટીવીના રિમોટનો પાવર ગળી ગઈ હતી. સર્જરી પછી બાળકના પેટમાંથી પાવર બહાર કઢાયો હતો.
તેમજ વધુમાં આ ઘટના અંગે ડોક્ટરોએ કહ્યું કે, ‘બાળકને તેના માતા-પિતા પહેલા ઘરની નજીકની એક હોસ્પિટલમાં લઈ ગયા હતા. તે પછી અહીં લાવ્યા હતા. જ્યારે અમે અમને ખબર પડી કે, બાળક પાવર ગળી ગયો છે, તો અમે તાત્કાલીક ઓપરેશન થિયેટરને એલર્ટ કર્યું અને બાળકને એનેસ્થેસિયા આપ્યું. લગભગ 20 મિનિટમાં ઓપરેશન કરી તેના પેટમાંથી પાવર બહાર કાઢી લીધો. જો થોડું પણ મોડું થયું હોત, બાળકનો જીવ જોખમમાં મૂકાઈ ગયો હોત.’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો