એક રીક્ષાવાળા ને સોનાનાં ઘરેણા ભરેલુ બેગ મળ્યુ પછી રીક્ષા વાળા એ જાહેર કર્યુ એ જાણી ને ચોકી જશો

આજના આ કળિયુગમાં અને રોજ રોજ થતી ચોરી-લૂંટફાટના આ દેશમાં પૈસા બાબતે પ્રામાણિકતા રાખવી એ અગ્નિના રસ્તા પર ચાલવા બરાબર છે…ખૂબ જ આમ અઘરી અને મહાનતા આજે આ પૈસાના મોહમાં પડેલા માનવીમાં બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે..ત્યારે આ યુવાને પોતાની પ્રામાણિકતા દેખાડી ખૂબ જ મહાન કાર્ય કર્યું છે…શુ છે એ વાત..ચાલો જાણીએ.

આ સમગ્ર ઘટના 18 નવેમ્બર ગુરુવારના રોજ
મુંબઇનો નિવાસી રોહિત વિશ્વકર્મા બસ દ્વારા ઇન્દોર આવ્યો હતો,ત્યારબાદ તે તીન આમલી ચાર રસ્તા પર એક ઓટો રિક્ષામાં બેસ્યો.ત્યાર બાદ તે પોતાના સ્થળે પહોંચ્યો પણ તેની સાથે રહેલી તે બેગ લેવાનું ભૂલી ગયો,આ બેગમાં સોનાના દાગીના,કેટલાક મહત્વના Document અને દવાઓ સામેલ હતી,પરંતુ આ બેગ અંગે રીક્ષા ચાલકને પણ જાણ ન હતી અને તે ત્યાંથી નીકળી ગયો..

ત્યારબાદ રોહિત ને આ કિંમતીબેગ અંગે યાદ આવતા તે દિવસભર પરેશાન રહ્યો,આખું શહેર ખૂંદી વળ્યો તે બેગ શોધવા માટે પરંતુ ક્યાંય આ બેગ ન મળતા તેણે તે બેગ અને રિક્ષાએ ચાલક ને શોધવાનું અને તે મળશે એવી આશા હવે મૂકી દીધી હતી,અને હવે આ અંગે રોહિતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.થોડા સમય બાદ રોહિતને પોલીસનો ફોન આવ્યો ,અને એણે ત્યારે એવું સાંભળ્યું કે તમને પણ શાબાશી દેવાનું મન થશે.. આ ખોવાયેલી બેગ આ રીક્ષા ચાલકે જ આઝાદ નગરના પ્રાદેશિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવી હતી..

આ અંગે આ મહાન અને પ્રામાણિક 50 વર્ષના આ રીક્ષા ચાલક મોહમ્મદ સલીમ જણાવે છે કે “મેં બેગ ખોલીને જોયું પણ ન હતું, ગુરુવારે મેં ઘણા મુસાફરોને તેમના સ્થળે ઉતાર્યા હતા,એટલે મને આ અંગે યાદ નથી કે આ બેગ હકીકતમાં કોની છે? એટલે મેં પોલીસ સ્ટેશનમાં આ બાબતે રજૂઆત કરી હતી,અને મને ખબર પડી કે આ બેગ તમારી છે .જોકે હું હવે ખુશ છું કે બેગ તેના સાચા માલિકને મળી ગઈ છે,અલ્લાહ હંમેશા મને આ પ્રામાણિકતાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે.”

આ ઘટના અંગે આ રીક્ષા ચાલકની પ્રામાણિકતા જોઈ હકીકતમાં આપણને ગર્વ થાય કે આપણા દેશમાં આવા પણ મહાન અને નિસ્વાર્થી લોકો રહે છે જે કોઈ પણ સ્વાર્થ વગર પોતાની ફરજ બજાવે છે…સલામ છે આવા વ્યક્તિઓને…જો સમગ્ર દુનિયામાં આવી પ્રામાણિકતા ફેલાય તો દુનિયામાં સ્વર્ગની અનુભૂતિ જણાય…

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.