સાવલીમાં સર્જાયો ગોઝારું અકસ્માત ! બમ્પને લીધે કારે ખાધી 5-6 પલ્ટી, ત્રણ મિત્રો પૈકી એક મૌતને ભેટી ગયો અને…..
તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ ઘટના સાવલીથી વકીલપુરા તરફ રાત્રી ના સમયે સામે આવી છે જ્યાં ફેરો મારવા નીકળેલા ત્રણ મિત્રોની કાર બમ્પ કૂદી જતાં પલટી ખાઈ ગઈ હતી. જેમાં એક નવયુવાનનું મોત નીપજ્યું હતું. સાવલી યંગ બ્લડના યુવાન યશ પટેલનું મોત થતાં ઘટના સ્થળે લોક ટોળા ઉમટયા હતા સાવલીથી 3 મિત્રો તા. 2 નવેમ્બરે રાત્રે 11:30 વાગ્યાના અરસામાં સાવલીથી વકીલપુરા સાઈટ ચાલતી હોવાથી ફેરો મારવા માટે નીકળ્યા હતા. હાર્દિક ગઢવી, યસ મહેશભાઈ પટેલ અને ચિંતન અનિલભાઈ સુથાર સ્કોડા કુશાક કારમાં વકીલપુરા ગામે આવેલ ગ્રીન પ્લાય નવી બનતી કંપનીમાં રેતી કપચીની સાઇટ ચાલતી હોવાથી વિઝિટ કરવા નીકળ્યા હતા.
આમ જ્યારે તેઓ ફેરો મારવા જતા હતાં ત્યારે કાર ચિંતન ચલાવતા હતા અને તેની બાજુમાં યશ પટેલ બેઠા હતા. જ્યારે હાર્દિક પાછળની સીટમાં બેઠા હતા. તાલુકાના શેરપુરા ગામ પાસે આવેલ વળાંકમાં પુરઝડપે ચાલતી કાર માર્ગ ઉપર આવેલ બમ્ફ કૂદી ગઈ હતી. બમ્પ કૂદતાં ચાલક ચિંતન સુથારે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં કારે માર્ગ ઉપર જ પાંચ છ પલટી મારતાં કાચ તોડીને યશ પટેલ અને ચાલક ચિંતન માર્ગ ઉપર ફંગોળાયા હતા. શેરપુરા ગામમાં જવાના માર્ગ ઉપર કાર પલટી ખાતાં હાર્દિક ગઢવીને સાધારણ ઇજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતા શેરપુરાના ગ્રામજનો બચાવ કામગીરી માટે રાત્રે સ્થળ ઉપર દોડી આવ્યા હતા.
કાર અકસ્માતની ઘટના બાદ ચિંતન માર્ગની બાજુમાં આવેલ ગટરના પાણીમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો તેને બહાર કાઢીને સુવડાવ્યો હતો. જ્યારે યશ પટેલ માર્ગ ઉપર પડ્યો હતો તેના માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તે લોહી લુહાણ હાલતમાં હોવાથી કોઈકે તાત્કાલિક 108નો સંપર્ક કર્યો હતો. જોકે 108 ના ડોક્ટરે સ્થળ ઉપર યશને મૃત જાહેર કર્યો હતો. ચિંતન, હાર્દિકને જન્મોત્રી હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતમાં યશ પટેલનું મોત થયાના અહેવાલ વાયુવેગે સાવલી યંગ બ્લડમાં ફેલાતાં મોટી સંખ્યામાં યંગ બ્લડના યુવાનો અકસ્માતવાળી જગ્યા ઉપર ઉમટી પડ્યા હતા.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.