સુરતમાં ૫૫ કરોડના ખર્ચે ‘છાંયડો’ હોસ્પિટલ બનવા જઈ રહી છે જે ૧૦૦ બેડ વાળી તેમજ વિસ્તારના મામલામાં…

હોસ્પિટલ એ દરેક લોકો માટે ઉપયોગી હોઈ છે હાલ તેવીજ એક હોસ્પિટલ સુરત માનવ સેવા સંઘ ‘છાંયડો’ દ્વારા અલથાણમાં રૂ. ૫૫ કરોડના ખર્ચે અધતન મળતી સ્પેશીયાલીટી હોસ્પીટલનું નિમાર્ણ કરાશે.  તેમજ આ હોસ્પીટલમાં સોંથી વધુ અધતન કાર્ડિયાક ડીવીઝન અને જનરલ ICU, NICU સાથે ઇન હાઉસ રેડિયોલોજી, પેથોલોજી અને ડાયગ્રોસ્ટીક સેન્ટર હશે.

આ હોસ્પિટલ ત્યાં આવેલા વિસ્તાર જેમ કે પાંડેસરા, બમરોલી વડોદ સહીતન વિસ્તારમાં રહેતા જરૂરીયાતમંદ લોકો માટે રાહતદરની આ હોસ્પિટલ ઉપયોગી સાબિત થશે. આમ આ હોસ્પિટલ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ને રાહતદરે એમઆરઆઈ, પેથોલોજી વેબ, રાહતદરે દવાઓ, વગેરે સેવાઓ આપવામાં આવશે. અને ગરીબ દર્દીઓ ને રાહતદરે સેવા પણ મળી રહેશે. તેવા હેતુ થી આ હોસ્પિટલ શરુ કરવામાં આવી રહી છે. ૨૩૦૦ સ્ક્વેર ફૂટ ની જગ્યામાં આ હોસ્પિટલ નું નિમાર્ણ નજીકના દિવસોમાં શરુ કરવામાં આવશે અને ૨૦૨૫ સુધીમાં આ હોસ્પિટલને કાર્યરત કરવામાં આવશે તેનું આયોજન ચાલી રહ્યું છે.

સાથે સાથે આ હોસ્પીટલમાં ૩ મોડ્યુલર ઓટી અને કેથલેબ પણ હશે. લગભગ ૧૦૦ બેડ ની સુવિધા સાથે કાર્ડિયાક વિભાગ માટે કેથલેબ તેમજ અઈસીસીયું, સર્જીકલ આઈસીયુ અને એન આઈસીયુ સહિતની સુવિધા આધુનિક રેડિયોલોજી, પેથોલોજી સર્વિસ સાથે ઉપલબ્ધ હશે. આ હોસ્પીટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને ૨૦ થી ૪૦ % રાહતદરે સારવાર તેમજ નિદાન ઉપલબ્ધ થશે.

આ હોસ્પિટલ ૯ માળની બનાવવામાં આવશે તેવું આયોજન છે તેમજ આ હોસ્પિટલ માટે સ્વ. હસમુખભાઈ હોજીવાલાનાં પરિવારે તેમની અલથાણ સ્થિત ૨૩૦૦ વાર જમીન દાનમાં આપી છે. આમ દાન માં આપેલા આ જમીનનો ખુબજ સારું ઉપયોગ કરવા અને સેવાના હેતુથી આ હોસ્પીટલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *