વડોદરામાં એક દુકાનદાર પર બે શખ્સઓ માથાકૂટ કરી પિતા-પુત્ર પર કર્યો જીવલેણ હુમલો! અને પછી જે…. જુઓ વિડિઓ

મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાયરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. જે વિડિઓ વાતરલ થઈ રહ્યો છે તેમાં બી અજાણ્યા શખ્સ દુકાનદાર અને તેના પુત્ર પર કોઈ સામાન્ય બાબત પર છરી ના ઘા મારવા લાગે છે અને ઝઘડો કરવા પર ઉતરી આવે છે. આ વિડિઓ જોઈ તમે પણ ચોકી જશો. આવો તમને વિગતે જણાવીએ.

આ ઘટના વડોદરામાંથી સામે આવી રહ્યો છે જ્યા એક દુકાનદાર પર બે શખ્સોએ જીવલેણ હુમલો કરતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. દુકાનદારનો પુત્ર સમયસર આવી હતા તેના પિતા બચી ગયા હતા પરંતુ પુત્રને પણ ગંભીર ઇજા પહોંચી હતી. આ મામલે પુત્ર મયંકભાઇ સોલંકીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવતા મયંક સોલંકીએ જણાવ્યુ હતુ કે હુ મારા પરિવાર સાથે ટી.પી 13માં ટ્રેડીંગ કંપનીના નામથી ફાઇનાન્સનો ધંધો કરુ છુ. મારા પિતાજી આ જ દુકાનમાં વચ્ચે પાટેશન કરી યોગી સુપર સ્ટોર નામની દુકાન ચલાવે છે. મારા પપ્પા દુકાનમાં હતા અને તેઓએ એકદમ બૂમાબૂમ કરતા હું તથા મારા મમ્મી મનિષાબેન દુકાનમાં આવ્યા ત્યારે લક્ષ્મણસિંહ થાવરજી ગરાસીયા અને જયંતીભાઇ રામજીભાઇ કોન્ટ્રાક્ટર બન્ને ત્યાં હતા. મારા પિતાજી સાથે દુકાનમાં કોઇ ચીજ વસ્તુની ખરીદી કરવા આવ્યા હતા.

આમ તે બાબતે બોલાચાલી ઝગડો કરી ગમે તેમ ગાળો બોલતા હતા જેથી મારા પિતાજીએ તેઓને ગાળો બોલવાની ના પાડતા લક્ષ્મણસિંહ ગરાસીયા એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને તેમને પહેરેલ પેન્ટના કમરના ભાગેથી ધારદાર તિક્ષ્ણ અણીવાળો લોખંડનો છરો કાઢી મારા પિતાજીને ગળાના ભાગે ડાબી બાજુ જીવલેણ ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. મારા પિતાજીને લોહી નિકળવા લાગ્યુ. જેથી મે વચ્ચે છોડાવવા પડતા લક્ષ્મણસિંહ ગરાસીયા એ મને પણ માથાના ભાગે માર્યુ હતુ ત્યાર બાદ કોઇએ 108 એમ્બ્યુલન્સ ગાડીને ફોન કરતા મારા પિતાજીને સારવાર અર્થે ખસેડ્યા હતા.હાલ હુ અને મારા પિતાજી સારવાર હેઠળ છીએ.

આમ વધુમાં જણાવ્યું કે લક્ષ્મણસિંહ ગરાસીયાનાઓએ તેની પાસેના છરા વડે મારા પિતાજીને જાનથી મારી નાખવાના ઇરાદે ગળામાં ડાબી બાજુ જીવલેણ ઘા માર્યા હતા. મોત નિપજાવવાની કોશિશ કરી ત્યારે જ હુ વચ્ચે છોડાવવા પડતા મને પણ લક્ષ્મણસિંહ ગરાસીયાએ છરા વડે હુમલો કરતા માથાના પાછળ ડાબી બાજુ તેમજ ડાબા હાથની છેલ્લેથી બીજા નંબરની આગળી પર ઇજા પહોંચી હતી.જયંતીભાઇએ અમને બન્ને બાપ-દીકરાને ગડદા પાટુનો માર માર્યો હતો. તેથી આ બન્ને વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *