નાના એવા માસુમ ની હત્યા કરી દેવામા આવી ! હત્યારુ બીજુ કોઈ નહી પણ પોતાની જ..
આપણે રોજ અનેકો નાના માસૂમ બાળકોના કિસ્સા જોતા હોય છે .અરે નાના બાળકો તો ભગવાનનું રૂપ ગણાય છે. નાના બાળકો ને કારણે ઘર જગમગી ઉઠતું હોય છે. પરંતુ ઘણી વાર એવી ઘટના જોવા મળતી હોય છે કે જેના પર વિશ્વાસ થઈ શકતો નથી. સુ કોઈ માતા પોતાના બાળકને નુકશાન પહોંચાડી શકે,? અરે એવું વિચારી પણ સકે નહિ અને જો કોઈ તેના બાળક સામે ખરાબ નજરે જોવે તો તે દુર્ગા નું રૂપ ધારણ કરી લેતી હોય છે. પરંતુ આજે એક નવો જ કિસ્સો જોવા મળ્યો છે કે જેમાં મા એ જ પોતાના બાળકની હત્યા કરી નાખી હતી.
મધ્યપ્રદેશ માં દિંદૌરી સિટી ના કોટવાલી થાના વિસ્તારમાં આજની કલ્યુગની માં એ પોતાની ૫ મહિનાની બાળકીની હત્યા કરી નાખી હતી.અને લાશને પૂરના પાણીના પ્રવાહ માં નર્મદા નદીમાં ફેંકી દીધી હતી.પોલીસે લાશને લગભગ ૨૦ કિલોમીટર દૂર કેવલારી ગામ ના નર્મદા કિનારે લાશ મલી હતી. સાથે જ હત્યા કરનારી માં ને કેદમાં લઇ તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને વધુમાં આગળ તપાસ હાથ ધરવામાં આવી હતી.
વાસ્તવમાં ૨ દિવસ પહેલા બાળકીના પરિવારના લોકો એ બાળકી ગુમ થયાની ફરિયાદ કોટવલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પોલીસ દ્વારા તે ઘટનાને ગંભીરતાથી લઈ રાત્રે જ બાળકીની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન પોલીસને બાળકી ૨૦ કિલોમીટર દુર કેવલારી ગ્રામના નર્મદા કિનારે બાળકીની લાશ મળી આવી હતી. મેડિકલ રિપોર્ટ અનુસાર બાળકીનું મૃત્યુ તેને માથા પર વાગવાના કારણે થયું છે એવું જાણવાં મળ્યું હતું. જ્યારે પોલીસે બાળકીની માતાની સખતી પૂર્વક પૂછતાછ કરી ત્યારે માતા એ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
જાણવામાં આવી રહ્યું છે કે આરોપી છે તે અવિવાહિત મહિલા છે. અને બાળકના જન્મ પછીથી જ એ બાળકને પસંદ કરતી નહોતી.આરોપી મહિલા પોતાના પરિવારની સાથે રહેતી હતી.સામાન્ય રીતે જોવા મળતુ હોય છે કે જ્યારે કુંવારી કન્યા માતા બનવાની હોય તો તેનું અબોશન કરવામાં આવતુ હોય છે.અથવા પ્રેમી કે આરોપી ની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવતી હોય છે.
પરંતુ આ ઘટનામાં પરિવારના લોકોની પ્રતિક્રિયા કઈક અલગ જ જોવા મળી. તેમને નાના બાળકને અપનાવ્યું પણ અને તેના જન્મ પછી તેનેબહુ જ લાડ પ્યાર થી ઉછેર કરવામાં આવ્યો. પરંતુ મહિલા જ તેના બાળક ને નફરત કરતી હતી આથી તે ચિડચિડી થઈ ગઈ હતી. જે દિવસે બાળકોને મારવાની ઘટના બની તે દિવસે ઘરમાં કોઈ પરિવારના લોકો હાજર નહોતા. આજ સમયનો સદુપયોગ કરી તેને બાળકીને મોત ને ઘાટ ઉતારી હતી અને નાની માસૂમ બાળકીની હત્યા કરી તેને પાણીમાં ફેંકી દીધી હતી.