એક નાની ભૂલ અને થયું સ્કૂટી સવાર યુવકનું ઘટના સ્થળેજ મોત વિડિઓ જોઈ તમે પણ હચમચી જશો… જુઓ વિડિઓ

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

વાત કરીએ તો સોશિઅલ મીડિયા પર અવાર નવાર અકસ્માત ના વિડિઓ વાયરલ થતા રહે છે ત્યારે હાલ એક વિડિઓ વાયરલ થયો છે જેને જોઈ ને શીખ લેવાની જરૂર છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના આલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના સુજાનપુરમાં કાર ચાલકની બેદરકારીના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાનો હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. તેમજ જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક યુવક સ્કૂટી પર જઈ રહ્યો હતો, પરંતુ તેણે હેલ્મેટ પહેર્યું ન હતું. આ દરમિયાન કાર ચાલકે કારનો ગેટ ખોલ્યો હતો. ઉતાવળમાં રહીશો તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ગુરુવારે સવારે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

આમ મામલો આલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના સુજાનપુરનો છે. મળતી માહિતી મુજબ, રાજધાની લખનૌના આલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારના સુજાનપુરમાં પપ્પુ નામનો યુવક સ્કૂટી પર તેના ઘરે જઈ રહ્યો હતો, તે જ સમયે રસ્તાની બાજુમાં ઉભેલી કારના ડ્રાઈવરે ખુલ્લી કરી દીધી. પાછળ જોયા વિના દરવાજો ખોલ્યો, જેના કારણે પપ્પુની સ્કૂટી કાર દરવાજા સાથે અથડાઈ. સ્કૂટીને ટક્કર માર્યા બાદ યુવક રોડ પર પટકાયો હતો.

તેમજ આ અકસ્માતમાં યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ગુરુવારે સવારે યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. રહીશોનું કહેવું છે કે જો યુવકે હેલ્મેટ પહેર્યું હોત તો અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ ન હોત. તેનાથી તેનો જીવ બચી શક્યો હોત. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બીજી તરફ મૃતક યુવકના ઘરમાં ચકચાર મચી ગઈ છે. વિડિઓ શેર કરી લોકો અપીલ કરી રહ્યા છે કે આવી રીતે રસ્તા પર બેદરકારી થી દરવાજો ના ખોલવો જોઈએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *