સુરતમાં પરીવારના એકના એક દીકરાનું ૧૩માં માળેથી નીચે પટકાતા થયું કરુણ મોત! થયું એવું કે જયારે યુવકે સાફસફાઈ…જાણો પુરી ઘટના

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આ અકસ્માતમાં યુવકનું 13માં માળે સાફસફાઈ કરતાં નીચે પટકાતા મોત. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

આ ઘટના સુરત સુરત શહેરના પાલ વિસ્તાર ગૌરવ પથ રોડ ઈડન સર્કલ પાસે આવેલ શિવ દિગ્જા એપાર્ટમેન્ટના B-1301માંથી સામે આવી રહી છે જ્યાં રહેતા હર્ષ ત્રિવેદી ગઈકાલે રાતે પોતાના ફ્લેટમાં કાચની સાફસફાઈ કરતી વખતે કોઈક રીતે અચાનક બિલ્ડિંગના નીચે પટકાયા હતા. નીચે પટકાતા જ તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેથી પરિવારે એકનો એક દીકરો ગૂમાવ્યો હતો. આ જોતા બિલ્ડીંગના રહીશો નીચે દોડી આવ્યા હતા. જોકે ઘટનાની જાણ પોલીસને કરતા જ પાલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ થયું એવુ કે હર્ષ ત્રિવેદી જેઓ ગઈકાલે પોતાના જ ફેલ્ટમાં જમ્યા બાદ કાચની બારી સાફ સફાઈ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ કોઈક રીતે તેમનો પગ લપસી હોય કાં તો પછી તેમનું બેલેન્સ બગડ્યું હોય અને 13 માળેથી નીચે પટકાયા હતા. આ જોતા જ બિલ્ડીંગના વોચમેન અને રહીશો દોડી આવ્યા હતા. તેમના પરિવારની વાત કરીએ તો તેઓ પરિવારનો એકને એક છોકરો હતો.

તેમજ તેમને સાત વર્ષની એક નાની છોકરી પણ છે. 8 વર્ષ પહેલા તેમના લગ્નન થયા હતા. આમ એકના એક છોકરાનું આ રીતે ઘટના બનતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. મૃતક હર્ષ ત્રિવેદીની બોડીના કેટલાક ભાગ ઘસાયા હોવાનું નિશાન પણ મળી આવ્યા છે. એટલે કે, તેઓ જ્યારે ઉપરથી પડતા હોય ત્યારે ત્રણ ચાર જગ્યા ટકરાઈને પડ્યા હોય તેમ લાગી રહ્યું છે. હાલ તો આ મામલે અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *