જેતપુર-જેતલસર બાયપાસના રેલવે ઓવરબ્રિજ પરથી પૂરપાટ ઝડપે આવતી કાર નીચે ખાબકી ,ચાલકનું ઘટનાસ્થળે મોત… જયારે અન્ય એક મહિલા…

જેમ તમને ખબરજ છે કે વ્યક્તિ પર જીવલેણ હુમલો ક્યારે અને કેવી રીતે થતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં તો વળી કોઈ હત્યાને લીધે વ્યક્તિનું મૃત્યુ થતું હોઈ છે. હાલ છેલ્લા થોડા સમયથી અકસ્માતની ઘટના ખુબજ વધી રહી છે તેમજ વ્યક્તિનું મૃત્યુદર નો આંક પણ વધ્યો છે. હાલ એક તેવોજ અકસ્માત સામે આવી રહ્યો છે. જેમાં ઓવરબ્રિજ પરથી કર નીચે ખાબકી અને કારચાલકનુ ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું આવો તમને સમગ્ર ઘટના જણાવીએ.

આ ઘટના જેતપુરના જેતલસર ચોકડી પાસે થી સામી આવી રહી છે જ્યાં આજે એક પુરપાટ ઝડપે મોટર કાર રેલીંગ તોડી ૧૫૦ ફૂટ હવામાં ફંગોળાઈ ૫૦ ફૂટ નીચે રેલ્વેના પુલ હેઠળ ખાબકતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટના બનતા લોકો દોડી આવ્યા હતાં. તેમજ કાર ચાલક એસબીઆઈ બેન્કના સીનીયર એસોસીએટનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલ યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી. અને તેને તરતજ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

જેતલસર ચોકડીથી જેતપુર બાયપાસ રોડ પર આવેલ રેલ્વેના ઓવર બ્રીજની રેલીંગ તોડી એક કાર ૧૫૦ ફૂટ જેટલી હવામાં ફંગોળાઈ ૫૦ ફૂટ નીચે બે રેલ્વે ટ્રેકની નીચે પટકાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જયારે યુવકને હોસ્પીટલ લઇ જવામાં આવ્યો ત્યારે ત્યાં ફરજ પરના તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. જ્યારે તેની સાથે રહેલ યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવતીને તેનું નામ પૂછતાં તેણી જૂનાગઢના મધુરમ સોસાયટીમાં રહેતી રોશની કિશોરભાઈ રાઠોડ હોવાનું જણાવ્યું હતું.

જ્યારે યુવક એસબીઆઈ બેંકની જૂનાગઢ બ્રાન્ચમાં સીનીયર એસોસીએટ તરીકે ફરજ બજાવતો ચંદ્રકાંત અગ્રવાત હોવાનું જણાવ્યું હતું. બેન્ક કર્મચારી ચંદ્રકાંત તેનો મિત્ર હોવાનું અને તેની જૂનાગઢથી હિંમતનગરની એસબીઆઈ બેંકમાં બદલી થતાં આજે કાર લઈને ત્યાં જતાં હતાં ત્યારે રસ્તામાં આ અકસ્માત થયો હોવાનું જણાવેલ. કારની હાલત જોતા કારના તમામ સ્પેરપાર્ટ અલગ થઈ ગયેલા અને સાથે કારમાંથી બદલી સ્થળે લઈ જવાતી ઘરવખરી વેરવિખેર પડી હતી. મૃતકન સંતાનમાં એક આઠ વર્ષની પુત્રી હોવાનું જાણવા મળ્યું હતું.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.