ભરૂચના નબીરપુર પાસે થયું 5 વાહનોનું વિચિત્ર અકસ્માત ! 2 લોકોના ઘટના સ્થળેજ મોત જયારે અન્ય… થયું એવુ કે….

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ગંભીર અકસ્માત ની ઘટના ભરૂચના નબીરપુર પાસેથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટના વહેલી સવારે ધુંધળા વાતાવરણમાં એકસાથે પાંચ વાહનો અથડાયા હતા. 5 વાહનોના અકસ્માતમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. આમ પ્રાપ્ત માહિતી અનુસાર, નેશનલ હાઈવે 48 પર વડોદરાથી સુરત જવાના રુટ પર વહેલી સવારે આ અકસ્માતની ઘટના બની હતી. નબીરપુર પાસે પરવાના હોટલની સામે અકસ્માત સર્જાયો હતો.

કન્ટેઈનર, 2 ખાનગી બસ, એક સરકારી બસ, કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ પાંચેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અથડામણ એટલી જોરદાર હતી કે, કારમાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા, તો અન્ય બે લોકોને ઈજા પહોંચી હતી. તેમજ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કારમાં સવાર તમામ લોકો એક જ પરિવારના હતા. આ અકસ્માતથી માછી પરિવારમાં માતમનો માહોલ છવાયો છે.

આ ઘટનમાં 1 હર્ષદ ભાઇ મગન ભાઈ માછી,2 અશોક ભાઇ સોમાભાઈ માછી નું મૃત્યુ થયું હતું. તેમજ આ ઘટનામાં 1 ભાવેશ ભાઇ મોહનભાઈ માછી, 2 સૈલેશ ભાઇ ચંદુભાઈ માછી નામના વ્યક્તિની ઇજા થવા પામી હતી. આમ આ સાથે ભરૂચમાં બીજો એક અકસ્માત પણ સર્જાયો હતો. નર્મદા ચોકડી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં 5 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતના પગલે કારમાં ફસાયેલા ઇજાગ્રસ્તોને 108 ની ટીમે મહામુસીબતે બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *