સુરત એરપોર્ટ પર દાણચોરી નો વિચિત્ર કિસ્સો જોવા મળ્યો ! 1.80 કરોડ નુ સોનું શરીર મા એવી જગ્યા એ છુપાવ્યુ હતુ કે જાણી ને ચોંકી જશો..
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને દેશમાં ચોરી, લૂંટફાટ વગેરેનાં કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. જેમાં ઘરેણાં, રોકડા પૈસા, સોનુ, વગેરેની ચોરી કે લૂંટફાટ થતી હોઈ છે કે ગેરકાયદેસર વિદેશ થી ચોરીછુપી લાવવામાં આવતો હોઈ છે. આને ઘણી વખત આ સોનુ, ચાંદી કે અન્ય વસ્તુઓ જે તે એરપોર્ટમાં રહેલ સિક્યોરિટી દ્વારા પકડી પાડવામાં આવતી હોઈ છે હાલ પણ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં સુરત શારજાહ સુરત ફ્લાઇટમાં 1.80 કરોડનું સોનું પકડાયું. આવો તમને વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો શારજાહથી સુરત આવેલી ફ્લાઇટમાંથી ઉતરેલા પેસેન્જરો (Passengers) પાસેથી 1.80 કરોડનું દાણચોરીનું સોનુ (Gold) સુરત ડીઆરઆઇ વિભાગે ઝડપી પાડયુ હતું. સોનાની સ્મગલિંગમાં સામેલ એક મહિલા પેસેન્જર સહિત કુલ પાંચ પેસેન્જરોને શંકા ના આધારે અટકાયતમાં લઈ આ ગેરરીતિ પકડી પાડવામાં આવી હતી. ડીઆરઆઈએ આ કેસ સુરત કસ્ટમ વિભાગને સોંપી દીધો છે. આ કેસની વધુ તપાસ કસ્ટમ ડિપાર્ટમેન્ટની પ્રિવેન્ટિવ વિંગ કરશે.
આમ સપ્તાહમાં ત્રણ દિવસ શારજાહથી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફલાઈટનો ઉપયોગ કરી સોનાની દાણચોરી કરવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. આમ આ સાથેજ ડીઆરઆઇના સૂત્રોના જણાવ્યા મુજબ જુદા-જુદા બે કેસમાં 2.75 કિલો સોનુ ઝડપી પાડવામા આવ્યું હતું. બુધવારે સુરત ફલાઇટ આવી ત્યારે બાતમીના આધારે એરપોર્ટ પર લગેજ એરિયામાં ત્રણ પેસેન્જરની તપાસ કરવામાં આવી હતી.
જેમાં ગુદા માર્ગમાં પેસ્ટના સ્વરૂપમાં સોનુ સંતાડી લઇ જવામાં આવી રહ્યાં નું બહાર આવ્યું હતું. ત્રણેય આરોપીઓની શારિરીક તપાસ કરવામાં આવતા આ મામલો બહાર આવ્યો હતો. ડીઆરઆઇએ બે કિલો સોનાની બજાર કિંમત એક કરોડની હોવાનું જણાવ્યું હતું. ગયા બુધવારે પણ અન્ય એક બીજા મામલામાં બે પ્રવાસીઓ પાસેથી 80 લાખનું દાણચોરીથી ઘુસાડવામાં આવતું સોનુ મળી આવ્યુ હતું. દુબઇથી સોનુ ખરીદી લોકલ માર્કેટમાં વેચવાથી 17 ટકા જેટલો ટેક્સસનનો લાભ થાય છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.