રાજકોટમાં અજીબ કીસ્સો જોવા મળ્યો કે જ્યાં ચામડીનું દાન કરવામાં આવ્યું અને હવે આ ચામડીથી 5 વર્ષ સુધી અનેક લોકોને મદદરૂપ બની સકાય છે… જાણો

હાલમાં અંગદાનને બધાં દાનો કરતા શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યું છે કેમકે તેનાથી એક વ્યક્તિને નવું જીવન મલી સકે છે.જે વ્યક્તિને તેના જીવન વિશે કોઈ માહિતી જ નથી હોતી કે તેઓ હવે જીવી શક્શે કે નહિ તેઓ આવા દાનથી ફરી એક વાર નવા જીવનમાં પ્રવેશ લેતા હોય છે.લોકો દ્વારા સોના, ચાંદી ,હીરા, મોતી, પુસ્તકો, વસ્ત્રો ,મીઠાઈ જેવા અનેક દાનો કરવામાં આવતા હોય છે પરંતુ તેનાથી માત્ર વ્યક્તિની જરૂરિયાત પૂરી થાય છે પરંતુ જો આવું અંગદાન કરવામાં આવે તો તેનાથી એક આખા મનુષ્યને નવું જીવન મલી સકે છે.હાલમાં લોકોએ અંગદાન અંગે જાગૃતિ મેળવી છે જેનાથી અનેક લોકો પોતાના પ્રિયજનના મૃત્યુ પછી તેમના શરીરના અંગોનું દાન કરતા હોય છે અને આવા મહાદાન કરવા અંગે લોકોને પ્રેરણા પૂરી પાડતા હોય છે.

આપણે સૌ કોઈ અંગદાન અંગે જાણ્યે જ છીએ. જેમ જેમ ટેકનૉલોજિ વધતી જાય છે તેમ મેડિકલ પણ બહુ જ આગળ વધતું જણાય છે હવે તો મેડિકલ ટેકનૉલોજિ થી મૃત્યુ પામતા વ્યક્તિની ચામડીને પણ આપણે સાચવી સકયે છીયે અને અને આ ચામડીનો ઉપયોગ કોઈ દાજી ગયેલી વયક્તિની સારવાર કરવા માટે લઈ સકાય છે. ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે આગમાં દાજી જતાં વ્યક્તિને ડ્રેસિંગ કરવું પડતું હોય છે આ સાથે જે વ્યક્તિને હાથ પગમાં ચાંદા પડી જતાં હોય તેમણે પણ ચામડી ની કાળજી રાખવી પડતી હોય છે. ત્યારે આ ચામડીને દાન કરવાનો એક કિસ્સો રાજકોટ થી સામે આવી રહ્યો છે કે જેમાં એક ડોક્ટર પુત્રે પોતાના પિતાના અવસાન પછી તેમની કિડની, લીવર, આંખો અને ત્વ્ચનું પણ દાન કર્યું હતું. તેમના પિતાની ત્વચા હવે કોઈ દાજી ગયેલી વ્યક્તિને આપવાથી તેનું જીવન બચાવવામાં મદદરૂપ નીવડી સક્સે.

હાલમાં આ ત્વચાને રાજકોટની સ્કીન બેંકમાં ડોનેર્ટ કરવામાં આવી છે. અને આ સાચવેલી ચામડીનો ઉપયોગ 5 વર્ષ સુધી કરી સકાય છે.અત્યાર સુધી આપણે સૌ એ ચક્ષુદાન અને દેહદાન ના કિસ્સા તો જોયા જ હસે પરંતુ આ એવો સ્કીન ડોનેશન નો પાંચમો કિસ્સો રાજકોટમાં બન્યો છે. આ અંગેની મળતી માહિતીઓ અનુસાર 17 ઓકટોબરના રોજ 60 વર્ષના અશોકભાઇ વોરાનું મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જે સફળ પણ રહ્યું હતું પરંતુ તેઓ અચાનક ચક્કર આવતા પડી ગયા હતા. અને બેભાન થઈ ગ્યાં હતા. આથી તેમના ડેન્ટલ સર્જન પૂત્ર  ડો. પ્રિતેશ વોરાએ તેમણે ખાનગી હોસ્પિટલ માં દાખલ કર્યા હતા.

જ્યાં સીટી સ્કેન દ્વારા જાણવા મળ્યું કે અશોકભાઈનું બ્રેઇન સ્ટોક થયું હતું અને આથી ન્યૂરોલોજિસ્ટ દ્વારા તેમનું ઑપ્રેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન સફળ રહ્યું હતું પરંતુ મગજનો મોટોભાગ નુકશાન થયો હતો આથી 18 ઓકટોબરના રોજ તેમનું બ્રેનદેડ થઈ ગયું હતું આથી તેમના પુત્ર ડો. પ્રિતેશ વોરાએ પિતાના આંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. આથી રાજય સરકારની અંગ દાન માટેની સંસ્થા SOTTO નો સંપર્ક કરી તેમના માર્ગદર્શન અને નિયમો પ્રમાણે અશોકભાઇ વોરાની 2 કિડની, લીવર, 2 ચક્ષુ અને ચામડીનું દાન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદની IKDRC હોસ્દપિટલમાં તેમની બંને કિડની અને લિવરનું દાન કરાયું હતું

જ્યારે બંને ચક્ષુ અને ત્વચાને રાજકોટ ની આઈ બેન્ક અને સ્કીન બેંકમાં ડોનેટ કરવામાં આવી હતી,આમ રાજકોટમાં આ 5 મુ સ્કીનદાન થયું છે. જે સ્કીન દાન થઈને આવે છે તેને એ-80 ડિગ્રીએ રાખવામા આવે છે. આ સ્કિનનો ઉપયોગ જે વ્યક્તિ દાજી ગયા હોય તે માટે, જે વ્યક્તિને શરીર પર ચાંદા પડતાં હોય તેવા વ્યક્તિને ડોનેટ  થયેલી સકિન લગાડવામાં આવે છે. આ સ્કિનને 5 વર્ષ સુધી સાચવીને ઉપયોગમાં લઈ સ્કાય છે. અને એક વ્યક્તિના આમ સ્કિનના દાન થી પાંચ થી છ વ્યક્તિઓને ઉપયોગી નીવડી સકે છે અને નવજીવન મેળવી સકે છે.

આ સ્કિનદાન ને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યાર પછીના 6 કલાક સુધીમાં જ દાન તરિકે લઈ સકાય છે. જે લોકો દાજી ગ્યાં હોય છે તેને આ દાન થયેલી સકિન બાયોલોજિકલ ડ્રેસિંગના રૂપે લગાડવામાં આવે છે. ડોક્ટરોના કહેવા અનુસાર આ નવી ચામડી લગાડવાથી દાજી ગયેલા ભાગમાં કોઈ ઇન્ફેકશન થતું નથી અને તાત્કાલિક હિલિંગ થાય છે. આ સ્કિનનો ઉપયોગ થયા પછી દર્દીને નવી ચામડી આવતા થોડો સમય લાગે છે અને જ્યારે નવી ચામડી આવી જાય તો આ ચામડી આપોઆપ નીકળવા લાગે છે. ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ છે અને ગેગરિન થયું છે તેના માટે પણ આ ત્વચાનું દાન બહુ જ ઉપયોગી ગણાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *