મોરબીમાં હાઇવે પર થયો ગમખ્વાર અકસ્માત! ખાનગી બસ અને મિની ટ્રક વચ્ચે અકસ્માત થતા કુલ… જાણો વિગતે

તમને જણાવીએ તો હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાં તો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ઘટના મોરબીમાં હાઇવે પર બની હતી જેમાં માળીયા નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં 2નાં મોત થયા છે, જ્યારે ત્રણ બાળક સહિત નવ લોકો ઇજાગ્રસ્ત થયા છે. માળિયા નેશનલ હાઇવે પર ખાનગી બસ અને મિની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ લોકોને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડાવામાં આવ્યા છે. જ્યારે ઘાયલોમાં અમુકની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અકસ્માત મિની ટ્રક અને ખાનગી બસ વચ્ચે થયેલી ટક્કરમાં લગભગ 11 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાંથી બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય 9 લોકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, મિની ટ્રકમાં ભચાઉ જતાં પરિવારને અકસ્માત નડ્યો છે. છોટા હાથીમાં જતો પરિવાર રાજકોટના વિરપુરનાં પીઠડીયા ગામનો ગોંડલિયા પરિવાર હોવાનું જાણવા મળ્યું છે.

આમ પરિવાર મિની ટ્રકમાં ભચાઉ જઇ રહ્યો હતો. તે દરમિયાન ખાનગી બસ અને મિની ટ્રક વચ્ચે ટક્કર થઇ હતી. અકસ્માતને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને એબ્યુલન્સ તથા પોલીસને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. તમામ ઘાયલોને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જ્યારે અકસ્માતમાં ઘાયલ બે લોકોના મોત નિપજ્યાં હતાં. હાલ અકસ્માતનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *