એક ભયંકર મોજુ આવ્યુ ને બે બાળકો અને પિતા ને ખેચી ગયુ ! જુવો દર્દનાક વિડીઓ…

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે ઘણી વખત કોઈ નાની ભૂલ કે બેદરકારીને લીધે પણ ગંભીર અકસ્માત થતું હોઈ છે. જેમાં વ્યક્તિનું મોત નીપજે છે. હાલ એક તેવોજ ગંભીર અકસ્માત સામેં આવી રહ્યો છે. જેનો વિડિઓ પણ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે.

આ ઘટના ઓમાનના સલાલ્હા વિસ્તારમાંથી સામી આવી છે. જ્યાં મોઘસેલ બીચ પર પરિવાર સાથે દરિયાના મોજાની મજા માણી રહ્યા હતા. આ દરમિયાન દરિયામાં એક ભારે મોજું આવ્યું, જેમાં શશિકાંતના બંને બાળકો અને અન્ય ઘણા લોકો તણાઈ ગયા હતા. અહીં બીચ પર થયેલા દુર્ઘટનાનો એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં મહારાષ્ટ્રના સાંગલીના રહેવાસી શશિકાંત મ્હમાને અને તેમની 9 વર્ષની પુત્રી શ્રુતિ અને 6 વર્ષનો પુત્ર શ્રેયસ દરિયામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા.

તેમજ રોયલ ઓમાન પોલીસના જણાવ્યા અનુસાર શશિકાંત અને તેના બાળકો દરિયામાં ડૂબી ગયા બાદ તેમની શોધખોળ ચાલુ છે. ઓમાન સિવિલ ડિફેન્સ એન્ડ એમ્બ્યુલન્સ ઓથોરિટીએ રવિવારે જણાવ્યું હતું કે આ લોકોએ મુઘસેલ બીચ પર સર્કલ ક્રોસ કર્યું હતું. દરિયામાં મોજું અથડાયા બાદ આઠ લોકો પડી ગયા હતા. દુર્ઘટના બાદ થોડી જ વારમાં ત્રણ લોકોને બચાવી લેવાયા હતા.

 

સાંગલીના રહેવાસી શશિકાંત મ્હમાને વ્યવસાયે મિકેનિકલ એન્જિનિયર હતા અને દુબઈમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. ગત રવિવારે તે તેના પરિવાર અને કેટલાક મિત્રો સાથે ઈદની રજા માટે ઓમાન ગયા હતા. જીવન બંસોડેએ જણાવ્યું કે, દુ:ખદ અકસ્માતના સમાચાર મળતા જ શશિકાંતના પરિવારના અન્ય સભ્યો ઓમાન ગયા છે. આ ઘટનાનો વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે દરિયાનું ભારે મોજું ત્યાં હાજર લોકોને તણાઈને ખેંચી જાય છે. ઘટના બની ત્યાં સુધી પરિવારના સભ્યોની ઓળખ થઈ શકી નથી. પરંતુ પોલીસે તપાસ દરમિયાન જણાવ્યું કે આ તમામ એશિયા ખંડના રહેવાસી છે. આ ઉપરાંત કેટલાક લોકો તેઓ ભારતીય હોવાનું જણાવી રહ્યા હતા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *