23 દિવસની બાળકીનાં પેટ માંથી મળી આવી એવી વસ્તુ કે ડોક્ટર પણ જોઈને ફફડી ઉઠ્યા અને બોલ્યા આ તો દુનિયાનોં પહેલો કેસ…જાણો શું છે તે

આ દુનિયામાં ક્યારે, કઈ જગ્યાએ આને કેવી રીતે વ્યક્તિ કે કોઈ બાળક કે વૃદ્ધ સાથે દુર્લભ બનાવ કે કોઈ ઘટના બની જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ આ ઘટના પાછળનું કારણ પણ ઘણી વખત ખબર પડતી હોતી નથી. ક્યારેક કોઈ ગાંભુર બીમારી તો ક્યારેક વળી કોઈ દુર્લભ બીમારીને કારણે જે તે વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ જતી હોઈ છે હાલ એક તેવોજ બનાવ સામે આવી રહ્યો છે. જેમાં 23 દિવસની એક બાળકીના પેટમાંથી આઠ ભ્રૂણ નીકાળવામાં આવ્યા છે. ડોક્ટરોનું કહેવુ છે કે બાળકના પેટમાં ભ્રૂણ મળવાનો મામલો રેર હોય છે. આઠ ભ્રૂણ નીકળવાનો આ દુનિયાનો પહેલો કેસ છે. આ મામલો ઝારખંડના રામગઢનો છે. બાળકીની સારવાર રાંચાની રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચાલી રહી છે.

ઓપરેશન કરનાર ડોક્ટરે જણાવ્યુ કે, બાળકીનો જન્મ 10 ઓક્ટોબરના રોજ થયો હતો, ત્યારે તેના પેટમાં સોજો હતો. બે દિવસ બાદ તેને રાની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સીટી સ્કેન જોવા પર લાગ્યુ કે પેટમાં ડર્માઇટ સિસ્ટ હોઇ શકે છે. શરૂઆતી સારવાર બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી અને 21 ધ્વિંસ બાદ બોલાવવામાં આવી. 2 નવેમ્બરના રોજ એટલે કે બુધવારે તેનું ઓપરેશન થયુ તો 8 ભ્રૂણ નીકળ્યા.

હાલમાં બાળકી સંપૂર્ણ સ્વસ્થ છે. બાળકીનું ઓપરેશન કરનાર ડો.ઇમરાને કહ્યું, ‘તેને ફીટ્સ ઇન કીટુ કહેવાય છે.આવો કિસ્સો વિશ્વમાં 5-10 લાખમાંથી એક બાળકમાં જોવા મળે છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં આવા 200થી ઓછા કેસ જોવા મળ્યા છે. તે કિસ્સાઓમાં પણ નવજાત શિશુના પેટમાંથી એક કે બે ભ્રૂણ કાઢી નાખવામાં આવ્યા હતા. 8 ભ્રૂણ હોવાનો આ વિશ્વનો પ્રથમ કેસ છે. દેશમાં અત્યાર સુધીમાં આવા 10 કેસ છે.

તેમજ જણાવીએ તો પટનાના ગાયનેકોલોજિસ્ટ ડૉ. અનુપમા શર્મા કહે છે કે ફીટ્સ ઇન ફીટુમાં બાળકના પેટમાં બાળક બનવા લાગે છે. જો ગર્ભાશયમાં એક કરતાં વધુ બાળકોનો વિકાસ થતો હોય, તો ગર્ભના વિકાસ દરમિયાન જે કોષો બાળકની અંદર જાય છે, તે ગર્ભ બાળકની અંદર બનવા લાગે છે. જો કે, કોષો કેવી રીતે દાખલ થાય છે તે અંગે કોઈ નક્કર કારણ નથી. આપેલા કારણો માત્ર અનુભવના આધારે આપવામાં આવ્યા છે.

આમ આ સાથે લક્ષણો વિશે વાત કરીએ તો, નવજાત શિશુના પેલ્વિસના ભાગમાં સોજો આવે છે, એક ગઠ્ઠો રહે છે. પેશાબ બંધ થઇ જાય છે. તે ખૂબ દુખે છે. આ લક્ષણો પછી, ડૉક્ટર તપાસ કરે છે, જે તે દર્શાવે છે. આ વર્ષે મે મહિનામાં બિહારના મોતિહારીમાં 40 વિસના બાળકના પેટમાંથી ભ્રૂણ કાઢવામાં આવ્યું હતું. બાળક મળનો ત્યાગ કરી શકતો નહોતો, જેના કારણે તેનું પેટ ફૂલી ગયું હતું. તપાસ કરતાં જાણવા મળ્યું કે બાળકના ગર્ભમાં ભ્રૂણ વધી રહ્યું છે.આમ હાલમાં આ બાળકી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *