અમેરિકામાં ટ્રક કન્ટેઇનરમાં મળ્યા કુલ ૪૬ લોકોનાં મૃતદેહ ! સરહદ પાર જઈ રહેલ આ ટ્રકમાં પ્રવાસીઓ સાથે એવું થયું કે…
તમે રોજ બરોજ અવાર નવાર અનેક એવા સમાચાર જોતા હશો કે જેનાથી તમારા હોશ ઉડી જતા હોઈ છે. હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે. જે સાંભળી તમે પણ ચોકિ જશો. આ કિસ્સો અમેરિકાથી સામે આવી રહ્યો છે જ્યાં એક ટ્રક કન્ટેઇનરમાંથી કુલ ૪૬ પ્રવાસીઓનાં મૃતદેહ મળ્યા જે ટ્રક સરહદ પાર જાય રહ્યો હતો. ચાલો તમને પૂરી ઘટના વિગતે જણાવીએ.
અમેરિકાના ટેક્સાસમાંથી આ ઘટના સામી આવતી જોવા મળે છે જ્યાં એક ટ્રક કન્ટેઇનરમાંથી કુલ 46 પ્રવાસીના મૃતદેહ મળ્યા છે. આ મૃતદેહો ટેક્સાસના સાન એન્ટોનિયો શહેરથી સોમવારે જપ્ત કરવામાં આવ્યા હતા. ટ્રકના કન્ટેઇનરમાં 100 જેટલા લોકોને ઠાંસી-ઠાંસીને ભરવામાં આવ્યા હતા. તેમને 18 પૈડાંવાળી આ ટ્રકમાં ભરીને ગેરકાયદે રીતે સરહદ પાર કરવામાં આવી રહી હતી. જેની જાણકારી પોલીસે ને પડતા તરતજ દોડી ગઈ હતી.
તેમજ વધુમાં એવી માહિતી મળી છે કે આ ટ્રક કન્ટેઇનર માંથી ૪ બાળક સહીત ૧૬ લોકોને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ આ લોકોનાં મૃત્યુ કેવી રીતે થયા તે હજુ સ્પષ્ટ નથી. અને એવી આશંકા છે કે ટ્રકમાં બંધ કન્ટેઇનરનાં લીધે ગૂંગળામણને કારણે પ્રવાસીના મોત થયા છે. આ સાથે સ્થાનિક પોલીસને પણ આ ઘટના અંગે કશું જાણવા નથી મળ્યું. તેમજ વાત કરીએ તો સેન એન્ટોનિયો શહેર ટેક્સાસ-મેક્સિકો બોર્ડરથી લગભગ 250 કિમી દૂર છે.
આમ ટેક્સાસનાં ગવર્નર ગ્રેગ એબોટે આ મૃત્યુ માટે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડનને જવાબદાર ઠેરવ્યા છે. એબોટે કહ્યું કે ‘આ મોત ઘાતક ખુલ્લી સરહદની નીતિના કારણે થયાં છે. એન્ટોનિયો શહેરમાં ઉનાળાના મહિનાઓમાં તાપમાન નોંધપાત્ર રીતે વધી જાય છે. સોમવારે અહીંનું તાપમાન 39.4 ડીગ્રી સેલ્સિયસ હતું.’ આ સાથે મેક્સિકન વિદેશમંત્રી માર્સેલો એબ્રાર્ડે કહ્યું હતું કે ‘પીડિતોની નાગરિકતા અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. દૂતાવાસના અધિકારીઓ તેમની ઓળખ માટે સ્થળ પર પહોંચી રહ્યા છે.’