એક દુર્ઘટનાથી ‘આશિકી ગર્લ’ નું જીવન બરબાદ થઈ ગયું, આજે એવું જીવન જીવે છે કે તેને ઓળખવી પણ મુશ્કેલ છે…

1990 માં રિલિજ થયેલી ફિલ્મ આશિકી દરેક લોકોને યાદ જ હસે. આ ફિલ્મ એટલી સુપરહિત રહી હતી કે આજે પણ તે ફિલ્મના ગીતો અને કલાકારો લોકોના દિલમાં વસવાસ કરે છે. હાલમાં જ આશિકી ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાની યોજના થઈ રહી છે જેમાં હીરો ના રોલ માટે કાર્તિક આર્યન અને હિરોઈન માટે રશમિકા મંદન્ના નું નામ વિચારવામાં આવી રહ્યું છે. સાથે જ હિરોઈન ની વાત આવતા જૂના આશિકી ફિલ્મની હિરોઈન અનુ અગ્રવાલ દરેક લોકોને યાદ આવી ગઈ હસે કે તેની ખૂબસૂરતી ના લોકો તે સમયે કેવા દિવાના હતા.

‘આશીકી’ ફિલ્મ એટલી સફળ રહી હતી કે તે ફિલ્મના કલાકારો તે સમયે જગમગી ઉઠ્યા હતા. અભિનેત્રી અનુ અગ્રવાલે આશિકી ફિલ્મ પછી ‘કિંગ અંકલ’ અને ‘ખલનાયિકા’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. પરંતુ આશિકી સીવાયની કોઈ ફિલ્મ સફળ રહી નહીં. વર્ષ 1999 માં તેની સાથે એક દુર્ઘટના બની જેના કારણે તેનું ફિલ્મી કરિયર અને જીવન બને બરબાદ થઈ ગયું હતું. તેનું એક એક્સિડેંર્ટ થયું હતું અને તેમાં તે કોમામાં જતી રહી હતી અને 29 દિવસ પછી તે ભાનમાં આવી હતી.

ભાનમાં આવતાની સાથે જ તે પોતાની યાદદાસ્ત ખોઈ બેઠી હતી અને તેનો ચહેરો પણ એવો ખરાબ થઈ ગયો હતો કે તેના ચહેરાની અનેકો વાર સર્જરી કરવી પડી હતી તેની યાદશક્તિ પાછી આવતા તેણે 3 વર્ષ સારવાર કરાવી હતી. હાલમાં એક ઇન્ટરવ્યુ માં અનુ અગ્રવાલે જણાવ્યુ હતું કે હું ક્યાય ગાયબ નથી થઈ, મે પોતે જ  ફિલ્મો સાઇન કરવાનું બંધ કરી દીધું હતું.હું બૉલીવુડ ટાઈપની નહોતી. તો મને બહુ વિચિત્ર લાગતું હતું. પછી એક્સિડેંટ થયું અને આખી જિંદગી બદલાઈ ગઈ. મારા હાડકાના અનેક ટુકડા થઈ ગયા અને જીવવા માટે મારે અનેક સર્જરી કરાવવી પડી હતી.  

ઇન્ટરવ્યૂમાં તેણે એ પણ જણાવ્યુ હતું કે ઘણા લોકોએ મને સલાહ આપી હતી કે જો મારે એકટિંગમાં પરત આવવું હોય તો મારે કોસ્મેટિક સર્જરી કરાવવી પડસે પરંતુ મારો ફકતી એક જ જવાબ હતો કે મે જીવવા માટે સર્જરી કરવી છે ખૂબસૂરત દેખાવા માટે નહીં. હું ક્યારેય તેનાથી આકર્ષાઈ નથી. મને લાગે છે કે કોસ્મેટિક સર્જરી પ્લાસ્ટિક છે અને જે નેચરલ નથી તેને હું પસંદ કરતી નથી.યોગ કરતાં મને ઘણું જાણવા મળ્યું કે ચહેરાની સાથે સાથે આખા બોડીને પણ ફોકસ કરવું જોઈએ.

અનુ અગ્રવાલે દિલ્હી યુનિવર્સિટી થી ગ્રેજુએશન કર્યું અને અભ્યાસ દરમિયાન જ તેણે મહેશ ભટ્ટની ફિલ્મ આશિકીમાં કામ મળી ગયું. 21 વર્ષની ઉમરમાં જ તેણે એકટિંગની દુનિયામાં પગ મૂક્યો અને રાતોરાત આશિકી ફિલ્મની સફળતાથી તે સ્ટાર બની ગઈ. પરંતુ તે પોતાની આ સફળતા સંભાલી શકી નહીં .જ્યારે 2018માં મહેશ ભટ્ટના પ્રોડકશન હાઉસ વિશેષ ફિલ્મના 30 વર્ષ પૂરા થયા ત્યારે તેની ખુશીમાં એક પાર્ટી રાખી હતી જેમાં અનુ અગ્રવાલ જોવા મળી હતી. હાલમાં તો અનુ અગ્રવાલ ગરીબ બાળકોને યોગ શીખવવાનું કામ કરી રહી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *