જામનગરમાં જલારામ બાપાના આ મંદિરમાં 11 વર્ષથી ચાલે છે અનોખો અન્નકૂટ, 111 જાતના રોટલા ઉપરાંત…જાણો રસપ્રદ ઇતિહાસ
મિત્રો જ્યારે જ્યારે પણ વ્યક્તિ કોઈ ગંભીર મુશ્કેલીમાં આવી જતો હોઈ છે ત્યાર તે તેમાંથી નીકળવાના ઘણા પ્રયત્નો કરતો હોઈ છે. તેમજ ઘણી વખત તે ભગવાન પાસે પણ પોતાના દુઃખ દર્દ અને પીડા દુ કરવા માટે પ્રાર્થના કરવા જતો હોઈ છે. તેમજ ઘણી વખત ભક્તો અને શ્રધાળુંઓ ભગવાનને ભેટ સ્વરૂપે પ્રસાદ, સોનુ, વગેરે ચડાવતા હોઈ છે. પરંતુ શું તમે કોઈ દિવસ સાંભળ્યું છે કે કોઈ ભગવાનને રોટલો ચડાવવામાં આવે છે તેમજ તેની સાથે રોટલા ઉપરાંત સ્ટ્રોબેરી, ચીઝ, સ્ટફ વગેરે.. તો આવો તમને આજ એક તેવાજ મંદિર વિષે અને તેના રસપ્રદ ઇતિહાસ વિષે જણાવીએ.
જો વાત કરવામાં આવે તો જામનગરના હાપામાં આવેલા જલારામ મંદિરમાં અનોખો અન્નકૂટ, 111 જાતના અલગ-અલગ રોટલા પ્રસાદમાં ધર્યા. જો તમને જણાવીએ તો ઘણા વર્ષો પહેલા વીરપુરમાં 17 જાન્યુઆરી, 1820માં જલારામ બાપા અને વિરબાઈ માતાએ સદાવ્રત શરૂ કર્યું હતું. તે પરંપરા આજે પણ યથાવત્ છે.
દુનિયાભરના જલારામ બાપાના ભક્તો અવાર નવાર આવા અલગ અલગ અને કઈંક અનોખું ભેટ, તેમજ પ્રસાદ ચડાવીને આ દીવસની ઉજવણી કરતા હોઈ છે. આમ તેવીજ રીતે જામનગરના આ મંદિરમાં પણ છેલ્લા 11 વર્ષથી આવી ઉજવણીઓ કરવામાં આવી રહી છે તો વળી તમે નો જાણતા હોઈ તો તમને જણાવી દઈએ કે આ મંદિરમાં 2005માં સાત ફૂટ બાય સાત ફૂટનો વિશ્વ વિક્રમી ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલો રોટલો બનાવવામાં આવ્યો હતો.
તેમજ આજે પણ આ રોટલા ઉપરાંત બાજરો, જુવાર, રાગી, મકાઈ, સ્ટ્રોબેરી, ચોકલેટ, પિત્ઝા, ચીઝ, સ્ટફ, ડ્રાયફુટ સહિત વિવિધ પ્રકારના રોટલાઓ બનાવવામાં આવ્યા છે આમ જલારામ બાપા અને વિરબાઈ માતાએ વર્ષો પહેલાં શરૂ કરેલા વીરપુરના સદાવ્રતની પરંપરાની આજે પણ યાદ કરવામાં આવી રહી છે તેમજ દર વર્ષની જેમ છોટી કાશી ગણાતા જામનગરમાં જલારામ ભક્તો દ્વારા 111 જાતના અનોખા રોટલાનો અન્નકૂટ યોજવામાં આવ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.