ગુજરાત ના આ ગામ મા જોવા મળ્યો અનોખો ચક્રવાત ! વિડીઓ જોઈ આંખો ફાટી જશે…

હાલ છેલ્લા ઘણા દિવસો થી ગુજરાતમાં ઘણા જીલ્લાઓમાં સતત છુટ્ટો છવાયો વરસાદ ચાલી રહ્યો છે. આ વર્ષે જોઈએ તો ચોમાસું તેના સમય પહેલાજ આગમન થઇ ચુક્યું છે અને ખુબજ મેહ વરસાવી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગે વધુ ૪ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર નાં અમુક જીલ્લાઓમાં ભારે તેમજ સામાન્ય વરસાદ થવાની અગાહિ છે. વરસાદને લીધે ઘણા જીલ્લાઓમાં વાતાવરણમાં અનેરી ઠંડક પહોચી છે.

તેમાં હાલ એક ખુબજ ગંભીર અને અનોખું ચક્રવાત જોવા મળી રહ્યું છે જે સુરેન્દ્રનાગર જીલ્લામાં પાટડીનાં ગોરીયાવડમાં જોવા મળ્યું છે. આ ચક્રવાત જોતા ગામના લોકો ખુબજ ડરી ગયા હતા. અને લોક માં એક ખોફનો માહોલ છવાઈ ગયો હતો. ૨૪ જુનના રોજ લખતર પંથક માં પણ ચક્રવાતની અસરો દેખાઈ હતી. ભારે પવનના સૂસવાટા સાથે ઝાલાવાડ પંથક અને હળવદ પંથકમાં આકાશી ચક્રવાતે ભારે વિનાશ સર્જોયો હતો. જ્યારે હળવદમાં ભારે પવવના કારણે તબેલાનો શેડ પડતા પાંચ ભેંસો દટાઈ હોવાની ઘટના બની હતી. જ્યારે ઘણા ઘરના પતરા પણ ઉડી ગયા હતા.

આ વાવાઝોડું લખતર, પાટડી, હળવદ, ઝાલાવાડ, પંથકમાં આ મીની વાવાઝોડું આવ્યું હતું. આમ વાતાવરણ માં પણ ભારે પવનની સાથે તોફાની બન્યું હતું. અને ત્યારબાદ ભારે પવન ફૂંકાતા ચક્રવાતની સ્થિતિ સર્જાય હતી. તેમજ મંદિર પાસે આવેલા તબેલાના શેડ પાંચ ભેંસ પર પડતા તે દટાઈ ગઈ હતી. અને બાદમાં ગામના લોકોએ ભેંસો ને બચાવી લીધી હતી. આ સાથે જ કેટાલાક વિસ્તારોમાં બેનરો, હોર્ડિંગને નુકસાન થયું હોવાની માહિતી મળી છે. તેમજ રાણેકપર રોડ ઉપર મકાનોના પતરા ઉડ્યા હોવાની માહિતી મળી છે.

આમ છેલ્લા ઘણા દિવસથી સુરેન્દ્રનગરમાં અલગ અલગ વિસ્તારમાં આવા ચક્રવાત જોવા મળી રહ્યા છે. તેમજ ગામના લોકો માં કુતુહલની સાથે ભયનો માહોલ જોવા મળ્યો હતો. તેમજ ઘણું નુકસાન પણ થયું હતું આ ચક્રવાતને કારણે ૧૮ જેટલા વીજપોલ ધરાશાઈ થયા હતા. અને જેના કારણે આજુબાજુના બધાજ ગામમાં વીજળી ગુલ થઇ ગઈ હતી.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *