સુરતમાં બનાવવામાં આવ્યું અનોખું ગ્રીન રેલવે સ્ટેશન જેની ખાસિયત છે કે તે ૧૯ હજાર વર્ગફૂટની જગ્યામાં બનાવવામાં આવ્યું છે અને સાથે તેમાં પક્ષી ઘર અને અન્ય….જાણો વિગતે
હાલમાં ચોમાસુ હોવાથી અનેક જગ્યાએ વૃક્ષો જોવા મળે છે અને લોકો વરસાદની ઋતુમાં વધુ વૃક્ષો વાવતા હોય છે.જેથી તેઓ ઝડપથી મોટા થઈ લોકોને ઉપયોગી થઈ સકે. આજે આવી જ કઈક નવી પેશકશ સુરતે કરી છે જેને રેલવે સ્ટેશનમાં એક એવી અદ્ભુત કરામત કરી છે કે જોનાર દરેક ખુશ થઈ જાય છે અને તેમાંથી લોકો પ્રેરણા મેળવે છે.સુરતમાં આવેલું ઉધના રેલવે સ્ટેશનમાં એક નવી જ ઘટના બની છે જેમાં ઉધના રેલવે સ્ટેશનને દેશનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન તરીકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ માં નોંધવામાં આવ્યું છે.
ઉધના સ્ટેશન પણ પુલવામાં શહિદ થયેલા ૪૦ જવાનો ના નામે ૪૦ વૃક્ષો રોપવામાં આવ્યા છે.એની સિવાય ૧૯ હજાર વર્ગફૂટ માં ૧૫૦૦ જેટલા વૃક્ષો રોપી જંગલ ઉભુ કરવામાં આવ્યું છે.આ જંગલથી ૨ લાખ લોકોને ઑક્સિજન મળી રહેશે.આ જંગલનું તાપમાન પન ૨ ડિગ્રી ઓછું જોવા મળે છે. પ્રતિષ્ઠિત ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ એ ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન એન્ડ કલાઈમેટ એક્શન માટે ઉધના રેલવે સ્ટેશન ને ગ્રીન રેલવે સ્ટેશન નો એવોર્ડ આપવામાં આવ્યો છે.આની સાથે જ ઉધના દેશનું પહેલું ગ્રીન રેલવે સ્ટેશન બની ગયું છે.જે કલાઇમેટ ચેન્જ દિશા તરફ કામ કરી રહ્યું છે.ચાલો જાણીએ તેની વિશેષતા
ઉધના રેલવે સ્ટેશન માં પુલવામાં શહીદ થયેલા ૪૦ જવાનો ના નામે ૪૦ વૃક્ષો રોપવામાં આવ્યા છે.૪૦૦ પક્ષીઓનું પક્ષિઘર બનાવ્યું છે.સાથે જ ૫૦ ચિત્રો ચલચિત્રો વડે ગ્રીન ગેલેરી બનાવવમાં આવી છે અને ૧૫૦૦ વૃક્ષો વાળું શહીદ સમૂતી વન બનાવવામાં આવ્યું છે.સુરત રેલવે સ્ટેશન ના સ્ટેશન નિર્દેશક દિનેશ વર્મા એ જણાવ્યું કે ઉધના સ્ટેશન હવે સ્વચ્છતા અનેપર્યાવરણ સરક્ષણ ની દિશામાં એક બ્રાન્ડ બની ગયું છે. સ્ટેશનના પરિસરમાં એક જંગલ બનાવવામાં આવ્યું છે.
જેમાં ઉધના સ્ટેશન પર દેશનું પહેલું પુલવા શહીદ સ્મારક બન્યું છે.સાથે જ સ્ટેશન પરિસરમાં ૪૦૦ પક્ષીઓ માટે સ્પેરો ઝોન પણ બનાવવામાં આવ્યું છે.વધુમાં સ્ટેશન પર ૫૦ ચિત્રો ચલચિત્રો થી એક ગ્રીન ગેલેરી સજ્જ કરવામાં આવી છે.જેનાથી રોજ લગભગ ૧૬ હજાર લોકોને પર્યાવરણ સરક્ષણ અંગેનો સંદેશ મળી રહ્યો છે.આમ સ્ટેશનના પરિસરમાં ભારતીય રેલવેનું પ્રથમ શહેરી વન ઉભુ કરવામાં આવ્યું છે.મિયાવકી સૈલીમાં ડીઝાઇન કરવામાં આવેલું શહેરી વન દેશના શહીદોને સમર્પિત કરતા તેને શહિદ સ્મૂતી વન નામ આપવામાં આવ્યું છે.
યુનાઇટેડ નેશન ની ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન એન્ડ કલાઈમેત એક્શન યોજના ૨૦૨૧ માં ઘોષણા કરવામાં આવી હતી તે મુજબ આ સ્તેશન બનાવવામાં માટે કાપી નાખવામાં આવેલા વૃક્ષો ના કારણે અહીંયા વસતા પશુ પક્ષીઓ અને જાનવરો ને ફરી આવું જંગલ બનાવવા ઇકોસિસ્ટમ તૈયાર કરવાનું હોય છે.જ્યારે આ સ્ટેશનમાં વૃક્ષો લગાડવામાં આવ્યા તો અહી ખિસકોલી ,ચકલી જેવા અનેક પશુ પક્ષીઓ આવવા લાગ્યા અને તેને જ રિસ્ટોરેશન કહેવામાં આવે છે.સાથે જ બીજી બાજુ પ્રદૂષણથી ઘેરાયેલા આ વિસ્તારમાં પ્રદૂષણ ઓછું કરવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે.જેને કલાઇમેત એક્શન કહેવામાં આવે છે.