આ પરીવારે બનાવ્યુ અનોખુ ઘર જ્યા આગ અને વિજળી નો ખતરો રહેતો નથી અને અન્ય ખાસીયતો જાણી…
ઘર બનાવવા માટે બહુ જ સમય અને મહેનતની જરૂર હોય છે.સાથે જ જેમ પૈસા વાપરે તેમ ઘર પણ સારું મોટું અને મજબૂત બને છે. વાયનાડના આ સરકારી કર્મચારી અને સામાજિક કાર્યકર્તા મોબિસ થોમસ એ એક અલગ જ પ્રકારનું ઘર બનાવ્યું છે જે બહુ જ સરળ નહોતું. મોબિશ જણાવે છે કે ઓફિસ સામાજિક સેવામાં અને સાથે ઘરનું નિર્માણ કરવું એ મારા માટે સરળ નહોતું.એવામાં તેમને વિચાર કર્યો કે એક ઇકો ફ્રેન્ડલી ઘર બનાવવામાં આવે.જેનાથી સમય પણ બહુ વેડફાય નહિ અને ઓછા પૈસામાં સારું ઘર બની જાય.આમ તેમને એક વૈકલ્પિક અને સસ્તી ટેકનિક વાપરવા અંગેનો નિર્ણય કર્યો.
ધ બેટર ઈન્ડીયા થી વાત કરતા મોબિશ જણાવે છે કે તેમના માટે કંસ્ટરકશન પર નજર રાખવી તેમના માટે મુશ્કિલ હતું.બીજી બાજુ તેઓ પોતાના પૂર્વજોના ઘરમાં રહેતા હતા અને ચોમાસુ આવ્યા પહેલા તે ઘરને પણ રીનોવેશન કરવાનું હતું.આથી અમે એક નવુ ઘર બનાવવાનું નક્કી કર્યું.આથી અમારે આ ઘર બહુ જ ઓછા સમયમાં બનાવવું જરૂરી હતું.જેથી વરસાદની ઋતુ આવ્યા પહેલા તે ઘર તૈયાર થઈ જાય.
તેઓએ લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ સ્ત્રકચર અથવા LGSF થી ઘર બનાવવાનું નક્કી કર્યું.આ એક એવી ટેકનિક છે કે જે ઘર ના નિર્માણ સામગ્રીના રૂપમાં કોલ્ડ ફોર્મડ સ્ટીલનો ઉપયોગ કરે છે.મોબીશ જણાવે છે કે તેમને આ ટેકનિક ની મદદથી માત્ર ત્રણ મહિનામાં જ પોતાનું બે માળનું ઘર તૈયાર થઈ ગયું હતું.આ ઘરને બનાવવા માટે અંદાજે ૩૪ લાખ રૂપિયા ખર્ચ થયો હતો.વાયનાડ ના સુલતાન બાથેરીમાં ૧૪૪૦ વર્ગ ફૂટમાં બનાવવમાં આવેલું મોબિશ નું ઇકો ફ્રેન્ડલી ઘર ત્યાંના લોકો ને એક સારું ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.કે ઓછા સમયમાં અને ઓછા પૈસામાં સારું ઘર બની સકે છે.
મોંબિશ જણાવે છે કે આ એક ઇકો ફ્રેન્ડલી અને ટકાઉ ટેકનિક છે કેમકે આમાં સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જેને ભવિષ્યમાં રિસાયકલ કરી શકાય છે.આવી ટેકનિક ની શોધ કરતા મોબિષ ને થોડા એવા ફર્મ્સ મળ્યા હતા જે કેરલમાં LGSF ટેકનિકનો ઉપયોગ કરી બહુ જ સરસ કામ કરી રહ્યા છે.તેઓનો સંપર્ક કર્યા પછી અને તેમના બનાવેલા થોડા પ્રોડક્શન જોયા પછી તેમને કોજીકોડ ના ઓડીએફ ગ્રુપ સાથે કામ કરવાનો નિર્ણય લીધો.જે ૨૦૧૫ થી આ શેત્રમા કામ કરું રહ્યા છે.
એન્જિનિયર અને ઓડીએફ કંપનીના સંસ્થાપક માજિદ ટી જણાવે છે કે LGSF નો આમતો રેસીડેન્સીયલ બિલ્ડિંગ વિસ્તારમાં ઉપયોગ કરવામાં આવતો નથી પરંતુ કોમર્શિયલ બિલ્ડિંગ બનાવવા માટે જ કરવામાં આવે છે. મોબીષ ના ઘરને બનાવવા માટે બે કે ત્રણ વ્યકિતઓને જ કામે લગાડવા પડતા હતા.જો આ પ્રકારનું રેતી સિમેન્ટ નું ઘર બનાવવું હોય તો તેમાં ૧૦-૧૨ મહિના થઈ જાય છે.પરંતુ LGSF ટેકનિક ની મદદથી આ ઘર ઓછા ખર્ચે અને ઓછા કારીગરોની મદદથી માત્ર ત્રણ મહિનામાં જ તૈયાર કરવામાં આવ્યું હતું. પારંપરિક ના બદલે LGSF ટેકનિક વધુ ફાયદાકારક હોય છે.સમયમાં વધુ અને લાંબી પ્રક્રિયા હોવાથી રેતી સિમેન્ટ ની ટેકનિક થી બજેટ કરતા વધારે ખર્ચ થાય છે.
તેઓ કહે છે કે ઈંટનો ઉપયોગ કરવા કરતા તેઓ સ્ટીલ અને સિમેન્ટ ફાયબર બોર્ડ અથવા પેનલનો ઉપયોગ કરવામાં આવે છે.સૌથી પહેલા અમે જમીનની ઉપર જ એક સ્ટીલ ફ્રેમ બનાવે છે જેનાથી દીવાલ બનાવવા માટે ફાયબર સિમેન્ટ બોર્ડ બનાવવામાં આવે છે.આમ પૂરું ઘર આવા બોર્ડના આધારે બનવવામાં આવ્યું છે જે મજબૂત અને લાંબા સમય સુધી ટકી શકે છે.જેનાથી સિમેન્ટ અને અન્ય સામગ્રીનો ઉપયોગ ઓછો થાય છે.જો ભવિષ્યમાં આવા ઇકો ફ્રેન્ડલી ઘર બનાવવામાં આવે તો તેને તોડતી વખતે પર્યાવરણને કોઈ નુકશાન થતું નથી.આ ઘરના ઇન્તીનીયાર બદલવું પણ સરળ છે.કેમકે આના પાયામાં જ મજબૂતી જોવા મળે છે જેથી ઘરને ઇન્તીનિયાર મુજબ તૈયાર કરી સકાય છે.
માજિદ કહે છે કે સ્તિલની સારી રિસેલ અને સ્ક્રેપ વેલ્યુ હોય છે.અને આથી જો કોઇ આ ઘરને રીનોવેટ કરવાનું નક્કી કરે તો તરત જ તોડ્યા વગર અને ઓછા જંજત થી સરળતાથી નષ્ટ થઈ શકે છે અને આને વહેંચીને પણ સારા પૈસા આવી જાય છે.જે રેતી સિમેન્ટ ના ઘરમાં આવું જોવા મળતું નથી.જ્યારે લોકો પહેલીવાર આ ઘર બનાવવાનું વિચારે છે તો ત્યારે ઘરની સુરક્ષા ને વધુ મહત્વ આપે છે.સ્ટીલ થી બનેલા બિલ્ડિંગ થી આગ અને ભૂકંપ જેવા નુકશાન થી બચી શકાય છે.આથી તે પારંપરીક ઘર કરતા વધારે સુરક્ષિત ગણી શકાય છે.
આ ઘરની દીવાલો બે બોર્ડને સમાંતર રાખીને ફિક્સ કરી બનાવવામાં આવે છે.આ બોર્ડને જોડતા વચ્ચે જગ્યા જોવા મળે ત્યાં થર્મલ અને અકુસ્તિક ઇન્સુલેશન સામગ્રી ભરવામાં આવે છે.જેનાથી તે સાઉન્ડ પ્રૂફ બની જાય છે.સાથે જ આ દિવસ મોસમને અનુરૂપ બની જાય છે. મોબીસ પોતાની પત્ની, માતા પિતા અને બાળકોની સાથે છેલ્લા દોઢ વર્ષથી આ ઇકો ફ્રેન્ડલી ઘર માં રહે છે. મોબિશ કહે છે કે અહીંનું વાતાવરણ ઠંડુ હોય છે જ્યારે બહાર વાતાવરણ ઠંડુ હોય છે તો ત્યારે ઘરની અંદર હૂફ મલી રહે છે.અને ગરમીના મોસમમાં આ ઘરમાં ઠંડી જોવા મળે છે.
મોબીશ જણાવે છે કે પારંપરિક જરિતે ઘર બનાવવા કરતા આ ઇકો કલબ ઘર બનાવવું વધારે મુશ્કિલ હતું.દરેક લોકો માટે આવું નવીન ઘર અપનાવવું એક ચુનોતી ગણી શકાય છે.આ ઘર બનાવવા માટે મારે ઘરે માતા પિતા અને પત્નીને સમજાવવા બહુ મુશ્કેલ હતા.તેઓના મનમાં આ ટેકનિક ને લઈને અનેક પ્રકારના સવાલો હતા.આ ટેકનિક અંગે માહિતી આપવા માટે તે પોતાની પત્નીને ત્રિપુરા એક પ્રોજેક્ટ દેખાડવા લઇ ગયા હતા.જ્યાં તને સમજાવ્યું કે આ ટેકનિક બાકી ટેકનિક કરતા વધારે સુરક્ષિત છેઅને રેતી સિમેન્ટ ના ઘર કરતા આ ઘર વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.હવે તેમના ઘરના કોઈ સભ્યોને આ ઘર અંગે કોઈ શિકાયત રહી નથી.
મોબીશ જણાવે છે કે આ ઘરને બનાવતા એક મોટી મુસીબત આવી હતી જે મહામારી દરમિયાન કરવામાં આવેલું લોકડાઉન હતું.તેઓને આ ઘર માર્ચ ૨૦૨૦ માં બનાવવું હતું પરંતુ આ કારણે તે શક્ય બન્યું નહિ.આ ઘરમાં વપરાશમાં લેવાતાં ફાઈબર બોર્ડ્સ થાઇલેન્ડ થી માંગવામાં આવ્યા હતા.અને થોડી સામગ્રીઓ ચેન્નઈ અને બેંગલોર જેવા સહેરોથી ખરીદવામાં આવી હતી.આથી મહામારી આવતા તેમાં થોડો સમય લાગ્યો હતો.ત્યાર પછી તેમણે ઓકટોબર થી આ ઘર બનાવવાનું કામ શરૂ કર્યું.અને.ડિસેમ્બર ના અંતમાં તે ઘર બની ગયું હતું.
LGSF ટેકનિક થી બનેલા આ ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર લિવિંગ રૂમ, ડાઇનિંગ એરિયા,કિચન અને અટેચડ બાથરૂમ સાથે એક રૂમ બનાવવામાં આવ્યો છે.ત્યાં જ પહેલા માળ પર એક કોમન બાથરૂમ સાથે બે રૂમ અને ખુલી ગેલેરી જોવા મળે છે. મોબિશ કહે છે કે અહી કોઈ પણ પ્રકારનું સિમેન્ટ કે ઇટનું પ્લાસ્ટર કરવામાં આવ્યું નથી.જેથી દીવાલો પાતળી જોવા મળે છે અને તેનાથી ઘરનો કાર્પેટ એરિયા વધારે દેખાય છે.આથી રૂમ મોટા લાગે છે.ઘરમાં વિતરિફાઇડ ટાઇલ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.જેનાથી ફર્શ બનાવવામાં આવ્યું છે અને છત પર સ્ટીલ ટ્રેસ સંરચના પર ફાઈબર સિમેન્ટ બોર્ડને ઉપયોગમાં લેવામાં આવ્યો છે.
મોબીશ જણાવે છે કે તેમને આ ઇકો ફ્રેન્ડલી ઘર બનાવવા માટે રોશની અને હવાને વધુ મહત્વ આપ્યું છે.ઘરની બારીઓ બહુ જ મોટી બનાવવામાં આવી છે.જેથી ઘરની અંદર પર્યાપ્ત માત્રામાં રોશની અને હવા આવી સકે.બારીઓ UPVC નો ઉપયોગ કરી બનાવવામાં આવી છે.જ્યારે દરવાજા ફાઈબર ના બનવવામાં આવ્યા છે. મોબિશ ના ઘરનો સૌથી આકર્ષિત કરતો એરિયા તેની લાઇબ્રેરી છે.જે પહેલા માળા પર જતા જ દાદરની નીચે બનવવામાં આવ્યો છે.આમાં ઘર દરેક રીતે લોકોને જોઈએ એવી જ બધી સગવડતા વાળું છે.