રાજકોટ શહેર માંથી સામે આવી અનોખી ચોરીની ઘટના! બે મહિલાઓએ પટોળાની એવી રીતે ચોરી કરી કે…જુઓ વિડિઓ

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્ય અને દેશમાં ચોરી, લૂંટફાટ વગેરેનાં કિસ્સાઓ ખુબજ વધી ગયા છે. જેમાં ઘરેણાં, રોકડા પૈસા, સોનુ, વગેરેની ચોરી કે લૂંટફાટ થતી હોઈ છે પરંતું હાલ જે ચોરી નોં મામલો સામે આવી રહ્યો છે તેમાં સાડી બતાવવાનું કહી વેપારીને વાતોમાં રાખી બે મહિલાઓએ જુઓ કઈ રીતે પટોળાની ચોરી કરી. આમ આ સમગ્ર મામલો CCTV માં કેદ થઈ ગયો હતો. આવો તમને વિગતે જણાવીએ.

આ ચોરીની ઘટના રાજકોટ શહેરમાંથી સામે આવી રહી છે જ્યાં દિવાનપરા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં ગ્રાહક બનીને આવેલી બે મહિલાઓએ પટોળાની ચોરી કરી હતી. વેપારીને સાડી બતાવવાનું કહી સિફતપૂર્વક એક મહિલાએ સાત પટોળા નીચે ફેંકયા હતા. તેમજ અન્ય મહિલાએ ચુંદડીની આડમાં પટોળા સેરવી લીધા હતા. વેપારીએ સ્ટોક ચકાસ્યા બાદ સીસીટીવી ફૂટેજ જોતા આ બનાવની જાણ થઇ હતી. અને વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા સીસીટીવીનાં આધારે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આમ આ સાથે સાડીની દુકાનનાં ભાગીદાર જીગ્નેશભાઈ ખાગ્રામએ જણાવ્યું હતું કે, ગઈકાલ સવારના હુ તથા દુકાનના અન્ય માણસો દુકાનમા સાડી તથા પટોળાનો માલ ગોઠવતા હતા. તે દરમ્યાન અમારી દુકાનમા રહેલ પટોળાનો સ્ટોક જેમા રાજકોટ પ્યોર પટોળા નંગ-8 હતા. જેમાથી એક નંગ જોવામાં આવેલ અને બાકીના નંગ-7 જે જોવામા આવેલ નહીં. અમારી દુકાનના સી.સી.ટી.વી ફુટેઝ જોતા ગઇ તા.06/11ના રોજ બપોરના આશરે પોણા ચારેક વાગ્યાની આસપાસ બે મહીલા ગ્રાહક તરીકે અમારી દુકાને આવેલ જેમા એક મહીલા પોતાના મોઢા પર ચુંદડીની બુકાની બાંધીને દુકાનના સેલ્સમેન હીરેનભાઇ પાસે આવી સાડીઓ જોતા હતા.

આમ CCTV માં જોવા મળી રહ્યુ છે કે બુકાની બાંધેલ મહીલાઓએ જે સાડીની નીચે પટોળા ફેકેલા તેની ઉપર બીજી પણ સાડીઓ રાખી દીધી હતી. અને સાડીની નીચેથી પટોળા સેરવી પોતે જે લાંબી ચુંદડીની બુકાની બાંધેલ તેની આડમાં છુપાવી નજર ચુકવી અને અલગ અલગ ડિઝાઇના અલગ અલગ કીંમતના કુલ પટોળા નંગ-7 જેની કીંમત રૂ.66,000/- જેવી થાય તે આ મહીલાઓ ગ્રાહક તરીકે આવી અમારી નજર ચુકવી છુપાવી ચોરી કરી લઇ ગયા હતા. આમ જે બાદ હાલ વેપારીની ફરિયાદ તેમજ સીસીટીવીનાં આધારે એ-ડિવિઝન પોલીસે પટોળાની ચોરી કરનાર આ બંને મહિલાઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. જોકે પટોળાની અનોખી રીતે ચોરીની આ ઘટના હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *