ગુજરાતનું એક અનોખું મંદિર જ્યાં લોકો માનતા પૂર્ણ કરવા પ્રસાદ, સોનુંચાંદી નહિ બલકે પાણીની બોટલ અને પાઉચ ચઢાવે છે !…જાણો કારણ

લોકો ભગવાનની ખુબજ નિષ્ઠા અને શ્રધાથી પૂજા કરતા હોઈ છે. તેમજ તેમના બધાજ દુઃખદર્દ ને લઇ ભગવાન પાસે દુર કરવા પહોચી જતા હોઈ છે. તેમજ તેમની બધી ઈચ્છાઓ ભગવાને કહેતા હોઈ છે. આમ ઘણી વખત લોકો જે માનતા રાખે છે તે પૂરી થતા મંદિરમાં પ્રસાદ, ધજા, ચુંદડી, છત્તર, જેવી વસ્તુઓ પણ ચઢાવતા હોય છે. પરંતુ શું તમે કોઈ દિવસ જોયું છે કે માનતા પૂરી થતા પ્રસાદ કે ધજા વગેરે નહિ બલકે પાણી ચડાવવામાં આવે છે. જ્યાં પાણીની બોટલ અને પાઉચ ચઢાવવામાં આવે છે.

આ અનોખું મંદિર ગુજરાતના મહેસાણા અને પાટણ જીલ્લા વચ્ચે આવેલું છે. ગુજરાતનું આ એક માત્ર એવું મંદિર છે જ્યાં પાણી ચઢાવવાથી બધીજ ઈચ્છાઓ પૂરી થતી હોઈ છે. કામ ભક્તોના ધાર્યા કર્યો પુરા થતા તે પોતાના પરિવાર સાથે મંદિર આવીને પાણીની બોટલ તથા પાઉચ ચઢાવે છે. આ પાણી ચઢાવવા પાછળ નું કારણ જાણી તમે પણ ચોકી જશો. તો ચાલો તમને એ કારણ વિષે રૂબરૂ કરાવ્યે.

ઘણા વર્મોષ પહેલા વહેલી સવારે ઢેરાની સામે આવેલા એક ફાર્મ હાઉસની સામે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત રિક્ષા અને ગાડી વચ્ચે થયો હતો. જેમાં ૯ લોકો માંથી કુલ ૬ લોકોના ઘટના સ્થળેજ મૃત્યુ થયા હતા. જેમાં બે દસ વર્ષના બાળકો પણ હતા ત્યારે તેઓ પાણી માટે તરસી રહ્યા હતા ત્યાં તેમના મોત નીપજ્યા હતા. ૮ વર્ષ પહેલા થયેલ આ અકસ્માત બાદ આહી આસ્થાનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે ફાર્મ હાઉસની ચોકી કરતા દરબાર મેતુભા બચુભા સોલંકીએ જણાવ્યું કે આ અકસ્માત મારી સામે થયો હતો અને રિક્ષા માંથી પણ મેંજ બધાને બહાર કાઢ્યા હતા જેમાં બે નાના બાળકો પાણી માટે તરસી રહ્યા હતા. અને પછી બંનેનાં ઘટના સ્થળેજ મોત નીપજ્યા હતા.

જે પછી લોકો આહી બાળકોને દેવ સમજી પૂજા અર્ચના કરે છે અને પોતાનિ માનતાઓ પણ રાખે છે. અહ્યા લોકો છેલ્લા ૮ વર્ષથી પોતાની માનતાઓ પૂરી થતા પાણીની બોટલ તથા પાણીના પાઉચ આ ડેરીએ ચઢાવે છે. આહ્યના સ્થાનિક લોકો જણાવે છે કે લોકો દુર દુર થી તેમની સમસ્યા ની માનતા પૂરી થતા પાણી ચઢાવા આવે છે. આમ લોકો છેલ્લા ૮ વર્ષથી અહી એક આસ્થા સાથે જોડાયેલા

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *