આ જગ્યા પર આવેલું છે મહાદેવ નુ અનોખું મંદિર જયા આજે પણ મંદિર માથી એવો અવાજ આવે કે….

ભક્તોની દરેક મનોકામના પૂરી કરનાર ભગવાન શિવ ને સર્વોચ્ય શક્તિનું રૂપ માનવામાં આવે છે.દેવોના દેવ મહાદેવ જેમ પ્રસન્ન પણ જલ્દી થઈ જાય છે તેમ તેમને ક્રોધ પણ જલ્દી આવી જાય છે અને આ ક્રોધનો સામનો અસુરો તો શું કોઈ દેવતાઓ પણ કરી શકતા નથી.તેમના ક્રોધથી તો દરેક દેવી દેવતાઓ બિવે છે.માનવામાં આવે છે કે જ્યારે જ્યારે દેવતાઓ પર કોઈ સંકટ આવતું ત્યારે તેઓ મહાદેવના શરણે જતા અને શિવજી તેમના સંકટને દૂર કરતા.ત્યારથી જ મહાદેવને દેવોના દેવ તરીકે ઓળખવામાં આવે છે.


માત્ર દેવતાઓ ને જ નહીં પરંતુ ભોળાનાથ તેમના દરેક ભક્તોની મનોકામના પુરી કરે છે.આજ કારણે પૂરા ભારતમાં અનેક લોકો શિવ ભક્ત તરીકે જોવા મળે છે અને મહાદેવમાં બહુ જ શ્રદ્ધા ધરાવે છે.મહાદેવને ભોળાનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમકે મહાદેવ લોકોની થોડી ભક્તિ થી પણ પ્રસન્ન થઈ જાય છે અને વરદાન આપી દેતા હોય છે.ભારતમાં મહાદેવના અનેક મંદિરો આવેલા છે.જેમાં ઘણા મંદિરો તો બહુંજ જૂના છે.


દેશના દરેક ખૂણામાં જોવા મલતા શિવના મંદિર માંથી આજે આપણે ભગવાન શિવ ના એક એવા જૂના અને પ્રાચીન મંદિરની વાત કરવા જઈ રહ્યા છીએ જે નું નિર્માણ ૧૨ મી સદીમાં કરવામાં આવ્યું હતું. આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરની સીડીઓ ( દાદર) પરથી સંગીતના સાત સુરો સંભળાય છે. જેમાં કારણે આ મંદિર બાકી મંદિરો કરતા અલગ ઓળખાણ ઊભી કરે છે. આજે આપણે મહાદેવના આ મંદિર વિશે વાત કરવાના છીએ.જેનાથી બહુ જ ઓછા લોકો પરિચિત હશે.


વાસ્તવમાં આપણે દક્ષિણ ભારતમાં આવેલા તમિલનાડુ રાજ્યના કુંભકોનમ થી લગભગ ૩ કિલોમીટર દુર આવેલું એરાવતેશ્વર મંદિર આવેલું છે.૧૨ મી સદીમાં બનાવેલું આ મંદિર મહાદેવને સમર્પિત છે.આ મંદિર માત્ર ધાર્મિક રીતે જ પ્રસિદ્ધ માનવામાં આવતું નથી પરંતુ આની સાથે અહીંની વાસ્તુકળા પણ પ્રસિદ્ધ છે.આજે પણ આ મંદિર તેની અંદરની કારીગરી અને ડીઝાઇન ના લીધે લોકોના મન જીતી લે છે.ઇતિહાસમાં દર્શાવ્યા પ્રમાણે આ મંદિર રાજા રાજ ચોલ બીજા દ્વારા બંધાવવામાં આવ્યું હતું.


જાણકારો મુજબ ઈન્દ્ર દેવના સફેદ હાથી એરાવત દ્વારા અહી ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી.ત્યાર પછી આ જગ્યાને હાથીના નામથી જ ભગવાન શિવને એરાવતેશ્વર મંદિર નામ આપવામાં આવ્યું હતું.આ મંદિરમાં તમે ૧૨ મી સદીની કળાને હાલમાં ૨૧ મી સદીમાં પણ જોઈ શકો છો.તે સમયમાં કોઈ મશીન ની સુવિધા હતી નહિ આથી કારીગરોએ પોતાના હાથ દ્વારા આ ખૂબસૂરત પથ્થરો પર પોતાની કારીગરી દર્શાવી હતી.આ મંદિરમાં ભોળાનાથ ની સાથે ઈન્દ્ર,અગ્નિ,વાયુ, વરૂણ, બ્રમહા, સૂર્ય, વિષ્ણુ, સપ્તમત્રિક,દુર્ગા,સરસ્વતી,લક્ષ્મી,ગંગા ,યમુના ,ગણપતિ , સુબ્રહાં ની મૂર્તિઓ પણ જોવા મળે છે.


બહુ જ જૂનું મંદિર હોવાથી આ મંદિરનો થોડો ભાગ તુટી ગયો છે.પરંતુ મંદિરની ખૂબસૂરતી હજુ એમ જ અકબંધ જોવા મળે છે. સાથે અહી ભરતનાટ્યમ કરતી મૂર્તિઓ અને જીમ્નાસ્ટીક કરતી મૂર્તિઓ પણ જોવા મળે છે.આ મંદિરને બધાથી અલગ અને ખાસ બનાવે છે આ મંદિર ના દાદર.વાસ્તવમાં મંદિરના પ્રવેશદ્વાર પાસે પથ્થરથી એક દાદર બનેલો છે.
જેનાં દરેક પગથિયે થી અલગ અલગ ધ્વનિ સાંભળવાં મળે છે.


જો તમારે સાતો સ્વર સાંભળવાં હોય તો તમારે પથ્થર કે લાકડી વડે આ દાદરના પગથીયા ને ઉપરથી નીચે સુધી રગડવા પડશે.જેનાથી તમને આ દાદરના સાત સ્વરો સંભનાશે.આજ કારણે આ દાદર ને singing steps તરીકે પણ ઓળખવામાં આવે છે.હાલમાં તો આ દાદર ને સુરક્ષિત રાખવાં માટે ઘેરી લેવામાં આવ્યો છે.જો તમે કોઈ દિવસ તમિલનાડુ ફરવા માટે જાવ તો આ મંદિરની મુલાકાતે અવશ્ય જજો.અને આ. મંદિરના દર્શન કરી અને તેની ખૂબસૂરતીને જોવાનું ભૂલશો નહી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.