બનાસકાંઠાના આ બિલ્ડરની ખુબજ સરાહનીય કામગીરી, લમ્પીગ્રસ્ત ગાયો માટે 5 દિવસમાં ઉભી કરી દીધી હોસ્પિટલ…અને…

વાત કરીએ તો મિત્રો આજના સમય આપણે જોઈ શકીએ છીએ કે લોકો પશુ, પ્રાણી પ્રેમી ખુબજ જોવા મળી રહયા છે અને જગ્યા જગ્યા એ ગૌશાળા તેમજ જંગલી પ્રાણીઓ માટેના અલગ જંગલો તેમની ખાવા પીવાની અને આરોગ્યની સુવિધાઓ પણ પુરી પાડતા હોઈ છે. હાલ એક તેવોજ તેજશ્વી કિસ્સો સામે આવું રહ્યો છે જેમાં લમ્પીગ્રસ્ત ગાયો માટે 5 દિવસમાં જ ઉભી કરી દીધી હોસ્પિટલ જેના વિશે જાણી તમે પણ વખાણ કરતા થાકશો નહિ આવો તમને વિગતે જણાવીએ.

મિત્રો વાત કરીએ તો આ સરાહનીય કામગીરી બનાસકાંઠાના એક બિલ્ડરની છે. મિત્રો વાત કરીએ તો બનાસકાંઠામાં ઘણા સમયથી પશુઓમાં આવેલ લમ્પી વાયરસના કારણે જિલ્લામાં અનેક ગાયોના મોત થયા છે. લમ્પી વાયરસની સારવાર માટે અલગ વ્યવસ્થા ન હોવાના કારણે સ્થિતિ મુશ્કેલ બની હતી. ત્યારે આ દરમિયાન ટેટોડા ગામ ખાતે રાજારામ ગૌશાળામાં ડીસાના જાણીતા બિલ્ડર અને જીવદયા પ્રેમી પી.એન.માળી દ્વારા 5 દિવસમાં જ લમ્પી વાયરસ માટે અલગ હોસ્પિટલ ઉભી કરી દેવામાં આવી છે.

મિત્રો તમને જણાવીએ તો આ વાયરસની સારવાર માટે કોઈ જ અલગ વ્યવસ્થા ન હતી ત્યારે ટેટોડા ખાતે આવેલ રાજારામ ગૌશાળામાં ડીસાના જાણીતા બિલ્ડર અને જીવદયાપ્રેમી પી એન માળીએ લંમ્પી વાયરસ માટે અલગ હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું છે. જેમાં લંમ્પી વાયરસ ગ્રસ્ત ગાયોને સારવાર માટે અલગ વ્યવસ્થા ઊભી કરાઇ છે. જોકે આ ગૌશાળામાં અમદાવાદમાંથી 120 ઉપરાંત પશુઓ વાયસરગ્રસ્ત સારવાર અર્થે લાવવામાં આવ્યા છે. વધુમાં જિલ્લાભરમાંથી આ વાયરસ ગ્રસ્ત પશુઓને સારવાર અપાઇ રહી છે. જે હવે આ અલગ હોસ્પિટલમાં સારવાર લેશે જેના કારણે અન્ય પશુઓને ચેપ લાગતો અટકશે

તેમજ આ લંમ્પીગ્રસ્ત ગાયો માટે હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેકટર આનંદ પટેલ હાજર રહ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે સેવાકીય પ્રવૃતિમાં બનાસકાંઠા હંમેશા અગ્રેસર રહ્યું છે. જેમાં માનવસેવા હોય કે જીવદયા હોય કે કોઈ કુદરતી આફત હોય ત્યારે લંમ્પીગ્રસ્ત પશુઓ માટે દાતા દ્વારા બનાવવામાં આવેલ આ હોસ્પિટલ ખરેખર સહાનીય કામગીરી છે અને દાતા પી એન માળીને અભિનંદન પાઠવી આભાર પણ વહીવટી તંત્ર દ્વારા માનવામાં આવ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *