ખુબ હચમચાવી દેતી ઘટના ! શાળામાં અભ્યાસ કરતી ત્રણ બેનપણીએ કરી એક સાથે આત્મહત્યા…કારણ જાણી આચકો લાગશે

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં સ્કૂલની ત્રણ બેસ્ટ ફ્રેન્ડ્સે એકસાથે ઝેર ખાધું જેમાંથી 2 નાં મૃત્યુ થયા છે જયારે અન્ય એકણી હાલત ગંભીર છે.

તમને જણાવીએ તો આ ઘટના મધ્યપ્રદેશના સિહોરમાંથી સામી આવી રહી છે. ત્યાં સિહોરની ત્રણ સહેલી સ્કૂલમાંથી બંક કરીને ઈન્દોર ગઈ હતી અને ત્રણેયએ ત્યાં ઝેર પી લીધું હતું. જણાવી દઈએ કે ત્રણેય છોકરીઓ ધોરણ 12ની વિદ્યાર્થીની હતી. ઝેર પી લીધા બાદ ત્રણેય છોકરીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. બે છોકરીઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. એકની હાલત અત્યંત ગંભીર છે. પોલીસે જણાવ્યું કે ત્રણેય મિત્રો સિહોરના અષ્ટાના રહેવાસી છે. ત્રણેયે ઈન્દોરના રિજનલ પાર્કમાં ઝેર પી લીધું હતું. ત્રણેય યુવતીઓ શુક્રવારે બસ દ્વારા ઈન્દોર પહોંચી હતી.

પોલીસે જણાવ્યું કે ત્રણમાંથી પાયલ અને પૂજાનું મોત થઈ ગયું છે. જ્યારે, આરતીની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. આમ આ સાથે ત્રણેય યુવતીઓએ આત્મહત્યા કરતા પહેલા તેનો વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ત્રણેય યુવતીઓ હાથમાં ડઝનેક સલ્ફાસની ગોળીઓ લઈ રહી છે. ઉપરાંત, તે વીડિયોમાં બાય-બાય કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આત્મહત્યા કરતા પહેલા ત્રણેય યુવતીઓ હસતી હોય છે. આમ આ સાથે તમને જણાવીએ તો આષ્ટાની મોડલ સ્કૂલમાં અભ્યાસ કરતી ત્રણેય સહેલીઓ ઈન્દોર પહોંચી હતી. જ્યાં પાયલ તેના મિત્ર રોહિતને મળવા આવી હતી. પાર્કમાં પહોંચ્યા બાદ પાયલે રોહિતને મળવા બોલાવ્યો હતો પરંતુ રોહિત તેને મળવા આવ્યો ન હતો અને તેણે ઘરે પરત ફરવાનું કહ્યું હતું.

આમ આ બાબતે પાયલ અને રોહિત વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાથી નારાજ પાયલે ઝેર પી લીધું હતું. તેમજ બીજી તરફ, પૂજા નામની બીજી મિત્ર તેના પરિવારમાં થતાં ઝઘડાથી પરેશાન હતી. જ્યારે તેણે તેની સહેલીને ઝેર પીતા જોઈ ત્યારે તેણે પણ ઝેર પી લીધું. આરતી તેની બે સહેલીઓને ઝેર ખાતા જોઈને ડરી ગઈ. આરતીએ વિચાર્યું કે, ઘરે જઈને શું જવાબ આપીશ. આનાથી ડરીને આરતીએ પણ ઝેર પી લીધું હતું. તમને બતાવી દઈએ કે, પૂજા અને પાયલનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે, આરતીની હાલત અત્યંત ગંભીર હોવાનું કહેવાય છે. આમ આ ઘટનાની માહિતી મળતાં જ પાયલના પિતા મોડી રાત્રે ઈન્દોરની MY હોસ્પિટલ પહોંચ્યા. દીકરીની લાશ જોઈને તે બેભાન થઈ ગયા. જ્યારે, આરતીના પિતા સતીશ મોડી રાત્રે હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે તેનું નિવેદન લીધું હતું. તેણે જણાવ્યું કે તે દીકરીને સવારે લગભગ આઠ વાગે મોડર્ન સ્કૂલ અષ્ટા ખાતે મુકી ગયો હતો. અહીં તે ધો. 12માં અભ્યાસ કરે છે. ત્યાર બાદ તે ખેતરમાં ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના રાજેન્દ્ર નગર વિસ્તારના રિજનલ પાર્કમાં બની હતી. અહીં પાયલ, પૂજા અને આરતીએ સાંજે લગભગ 7.30 વાગ્યે ઝેર પી લીધું હતું. લગભગ અડધા કલાક બાદ ત્રણેયને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસ ત્રણેય વિદ્યાર્થિનીઓના ફોન કોલ ડિટેલ્સ અને CCTV ફૂટેજની તપાસ કરી રહી છે. ઈન્દોરના SP પ્રશાંત ચૌબેએ જણાવ્યું કે, ત્રણેય સગીરોને ગંભીર હાલતમાં ઈન્દોરની MY હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બેના મોત થયા હતા. જ્યારે એકની હાલત નાજુક છે. પોલીસે મૃતક યુવતીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જ્યારે એકની MY હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *