ગજબ ની પ્રેમ કહાની નો ખુબ દુખદ અંત ! બાળપણ ના પ્રેમ માટે કરોડપતિ બન્યો પણ અંતે એ જ પ્રેમીકા એ…
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક બાળપણની પ્રેમ કહાનીનો કરુણ અંત, પત્નીએ દગો આપતા પતિએ જીવન ટૂંકાવ્યું.
વાત કરીએ તો આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. તમને જણાવીએ તો રાજસ્થાની જયપુરના એક યુવકે જયપુર થી 7000 કિમી દૂર લંડનમાં પોતાના જ ઘરની બાલ્કનીમાંથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ વાતને લગભગ 7 દિવસ વીતી ગયા છે, પરંતુ મૃતકનો પરિવાર હજુ પણ તેને આત્મહત્યા માનવા તૈયાર નથી. પરિવારનો આરોપ છે કે, પત્નીને અન્ય છોકરા સાથે અફેર હતું. જેના કારણે તેમના પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. આ કેસની તપાસ યુકે પોલીસ કરી રહી છે. મૃતદેહ પરિવારને આપવાને બદલે મૃતકની પત્નીને આપવામાં આવશે. જે બાદ હવે પરિવારની તમામ આશાઓ તૂટી ગઇ છે.
આમ આ સાથે સુમિતના પિતરાઈ ભાઈ યશે જણાવ્યું કે, સુમિત જ્યારે 13 વર્ષનો હતો ત્યારે તેની ગર્લફ્રેન્ડ તેની સાથે એક જ ક્લાસમાં અભ્યાસ કરતી હતી. સુમિત અને તેની ગર્લફ્રેન્ડના અફેરની વાત જ્યારે ઘરમાં સામે આવી ત્યારે ઘરના સભ્યોએ પણ તેને ખૂબ સમજાવ્યા હતા. પરંતુ સુમિત તે સમયે ઘરના સભ્યોની વિરુદ્ધમાં થઇ ગયો અને કહ્યું કે હું તેની સાથે જ લગ્ન કરીશ. આ પછી, સુમિતે જયપુરમાં રહીને એમબીએ પૂર્ણ કર્યું હતું અને તેની ગર્લફ્રેન્ડ જયપુરમાં જ રોકાઈ હતી. બંનેએ 2007માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ 2008માં સુમિતને લંડનની એક કંપનીમાં નોકરી મળી હતી. આ પછી, પતિ-પત્ની બંને લંડન શિફ્ટ થઈ ગયા હતા.
આમ સુમિત પોતાના પરિવારને આગળ વધારવા માંગતો હતો. પરંતુ તેની પત્નીને સંતાનની ઇચ્છા ન હતી. આ મામલે બંને વચ્ચે ઘણી વખત વિવાદ પણ થયો હતો સુમિત ભલે કરોડોનો માલિક બની ગયો હોય, પરંતુ તે પોતાની પત્નીને લઈને ખૂબ જ નાખુશ હતો. પત્નીએ યુકેના એક છોકરા રક્ષિતને પોતાનો બોયફ્રેન્ડ બનાવ્યો હતો. ત્યારથી જ બંને પતિ-પત્ની વચ્ચે અંતર વધવા લાગ્યું હતું. બે વર્ષ પહેલા સુમિતની પત્નીએ છૂટાછેડા માટે અરજી કરી હતી. ઘણી વખત સુમિત તેની પત્નીની સામે પડી ગયો હતો. પણ કશું બદલાયું નહીં.
આમ ઘટના આવી બની હતી કે સુમિત લગભગ 2 વર્ષથી ડિપ્રેશનમાં હતો. ત્યારબાદ સુમિતે તેના તમામ મિત્રોને 16 સપ્ટેમ્બરના રોજ પાર્ટી કરવા માટે તેના ફ્લેટમાં બોલાવ્યા હતા. સાંજે લગભગ 4:00 વાગ્યે પાર્ટી પૂરી થઈ ગઈ હતી. બધા મિત્રો તેમના ઘરે ગયા હતા. પરંતુ આના થોડા સમય બાદ જ બંને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને સુમિત તરત જ પોતાની બાલ્કનીમાંથી નીચે કૂદી પડ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.