જૂનાગઢમાં બની ખુબ વિચિત્ર ઘટના ! 2 વર્ષીય માસુમને ભરખી ગયો કપરો કાળ, પુરી ઘટના જાણી હૈયુકંપી જશે….
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં અનેક એવી ચોંકાવી દેતી ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને તમારું પણ હૈયું કંપી જતું હોય છે, એવામાં એક ખુબ જ ચોંકાવી દેતી તો ઘટના આવી જ છે પરંતુ સાથો સાથ એક ખુબ જ વિચિત્ર કહેવાય એવી ઘટના હાલ સામે આવી છે જેણે લોકોને વિચારવા માટે મજબુર કરી દીધા છે.
આમ તો તમને ખબર જ હશે કે આખલાઓ તથા રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જ જાય છે, તમે જાણતા જ હશો કે અમુક વખત કોઈ માસુમ તો અમુક વખત કોઈ વડીલ વયના લોકોને આખલો મૌતને ઘાટ ઉતારી દેતો હોય છે પરંતુ જૂનાગઢના ડુંગરપુર માંથી એક ખુબ ચોંકાવી દેતી ઘટના સામે આવી છે જ્યા રીક્ષા સાથે આખલો અથડાતા તેમાં સવાર માસુમ મૌતને પામી ગઈ હતી.
ડુંગરપુરના રોયલ્ટી વિસ્તારમાં રહેતા સંજયભાઈએ આ ઘટના અંગે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમની સાળી તેમની દીકરી પ્રીતા(ઉ.વ.2) જયારે રીક્ષા નંબર 22 યુ 1176માં બેસીને જતા હતા ત્યારે રસ્તા પર અચાનક જ આખલો આવી જતા રીક્ષા ચાલકે પોતાનો કાબુ ગુમાવી દીધો હતો અને જે બાદ રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી, જે બાદ રિક્ષામાં સવાર લોકોતો ઈજાગ્રસ્ત થયા જ હતા પણ બે વર્ષીય માસુમ પ્રીતાનું કરુણ મૌત નીપજ્યું હતું.
ધુળેટીના પર્વની ઉજવણી કર્યા બાદ જયારે ગીતાબેન અને તેમના સંતાનો સાથે રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે ડુંગરપુરથી પાદરીયા તરફ જતા હતા ત્યારે અચાનક આખલો દોડીને રીક્ષા તરફ આવ્યો હતો જેના લીધે રીક્ષા રસ્તા પર આવી ગઈ હતી જે બાદ રીક્ષા પલ્ટી મારી ગઈ હતી.જેમાં બે વર્ષીય પ્રીતાને ગંભીર ઇજા થતા તેને નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવી હતી જ્યા આ માસુમ મૌતને પામી હતી