વલસાડમાં યોજાયા ખુબ અનોખા સમૂહ લગ્ન ! 70% યુગલોએ પોતાના સંતાનોને સાક્ષી રાખી લગ્ન કર્યા….જુઓ લગ્નની ખાસ તસવીરો
હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં અનેક એવા અનોખા અનોખા લગ્નના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેના વિશે જાણીને આપણને પણ આશ્ચર્યનો ચમકારો થતો હોય છે, એવામાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ નડગધરી ગામમાં એક ખુબ અનોખા આવી હતી જેમાં આદિવાસી સમાજના સમૂહલગ્નમાં ચાંલ્લા વિધિ કરીને પરંપરાગત રીતે લગ્ન સબંધે બંધાયા હતા. હવે તમને થશે કે આ લગ્નમાં એવું તો શું ખાસ હતું?
તો મિત્રો તમને જણાવી દઈએ કે આ લગ્નમાં ખાસ વાત એ હતી કે દંપતીએ પોતાના સંતાનોની સાક્ષીમાં જ લગ્નના સાત ફેરા ફર્યા હતા,તમને જણાવી દઈએ કે વલસાડ જિલ્લાની નડગધરી ગામના મિત્ર મંડળ તથા ગ્રામજનોએ સાથે મળીને સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાં કુલ 97 જેટલા યુગલો લગ્ન સબંધે બંધાયા હતા, આ સમૂહ લગ્નમાં ગુજરાતના લોકો તો ખરા જ તે પરંતુ મહારાષ્ટ્ર બોર્ડર પર રહેતા લોકો પણ હાજર રહ્યા હતા.
આ સમૂહ લગ્નની ખાસ વાત તો એ જ છે કે અહીં લગ્નના બંધનમાં બંધાયેલા 70% યુગલોએ પોતાના સંતાનોની સાક્ષીમાં જ લગ્ન બાંધે બંધાયા હતા. તમને જાણતા નવાય લાગશે કે આદિવાસી સમાજની અંદર એવી પરંપરા હોય છે કે ચાંદલો કરીને પરિવારની સહમતીથી લગ્ન કરાવવામાં આવતા હોય છે જેમાં ચાંદલો કરવો ફરજીયાત છે આથી આદિવાસી સમાજના એક લગ્નમાં 5 લાખ રૂપિયા ખર્ચ થઇ છે જેથી ઘણા આદિવાસી પરિવારો પર આર્થિક સંકટ આવી જાય છે.આથી જ એવી સહમતી આપવામાં આવે છે કે યુવક-યુવતી એમનામ પણ પોતાના લગ્ન જીવનની શરૂઆત કરી શકે છે.
આથી જ આવા અનોખા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે જેમાં માતા-પિતા લગ્ન કરતા હોય છે તો અમુક વખત બાળકોના લગ્નમાં પણ માતા-પિતા લગ્ન કરતા હોય છે. અહીં જો કોઈ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોય અને લગ્નની ઘેલછા હોય તો અહીં યુવક યુવતી લગ્નજીવનની શરૂઆત કરી શકે છે અને ભવિષ્યમાં લગ્ન સબંધે બંધાય શકે છે, આ વાતને ધ્યાન રાખતા જ નડગધરીના ગ્રામજનો તથા પંચાયત સભ્યોના આગેવાનોએ મળીને આ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો