અમરેલીના આ પરિવારે બનાવડાવી ખુબ અનોખી કંકોત્રી ! કંકોત્રી એવી કે તમારી લાખોની છેતરપિંડી અટકાવશે, જુઓ શું ખાસ છે…

આપણે જાણીએ છે કે, હાલમાં સૌ કોઈ લોકો લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા માટે અવનવા વિચારો દ્વારા ખાસ બનાવે છે. જેમાં કંકોત્રીમાં કોઈ પ્રેરણાદાયી મેસજ લખવાનો ટ્રેન્ડ હાલમાં ખૂબ જ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાંજ એક ખુબજ અનોખી અને ખુબજ ઉપયોગી લગ્નની કંકોત્રી સામે આવી રહી છે જેમાં આ પરિવારે બનાવડાવી ખુબ અનોખી કંકોત્રી આ કંકોત્રી એવી છે કે તમારી લાખોની છેતરપિંડી અટકાવશે. આવો તમને આ કંકોત્રી વિશે વિગતે જણાવીએ.

વાત કરવામાં આવે તો આ અનોખી લગ્નની કંકોત્રી અમરેલી જીલ્લા માંથી સામે આવી રહી છે. જ્યાં સાઈબર ક્રાઇમમાં સેવા આપતા પોલીસ કર્મચારી નયનભાઈ સાવલિયાએ તેના લગ્નના શુભ અવસર પર ખુબજ અનોકહી એવી ડિજિટલ કંકોત્રી બનાવી છે. આ કંકોત્રી દ્વારા આજના લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે નયનભાઈ સાવલિયા જે તમને સાયબર ક્રાઇમથી બચાવશે. તો આવો જાણીએ કેવી રીતે આ કંકોત્રી લોકોને સાયબર ક્રાઇમથી બચવા ખુબજ મદદ કરશે અને ઘણા લોકોને સાયબર ક્રાઇમ વિશે જાણકારી મળશે.

આમ સાઈબર ક્રાઇમ જન જાગૃતિ અભિયાન અંતર્ગત આં કંકોત્રી બનાવી અને પરંપરાગત પહેરવેશમાં ફોટો શૂટ કરી કંકોત્રીમાં એક લોકોની જાગ્રતતા લાવવા પ્રયાસો કરાયા છે. આમ હાલ નયનભાઈએ વધતા જતાં સાયબર ક્રાઇમના કેસોને ઘટાડવા માટે તેમણે પોતાના લગ્નની કંકોત્રી મારફતે લોકોને જાગૃત કરવાની એક નવી પહેલ શરૂ કરી છે. સાઇબર ક્રાઈમથી લોકોને બચાવવા માટે 27 પેજ ની કંકોત્રી બનાવડાવી છે.

આમ નયનભાઈના લગ્ન 7 ફેબ્રુઆરીના રોજ અમરેલી હેડ કોટર માં ફરજ બજાવતા ધારા સાથે થશે. નયન બાવચંદભાઈ સાવલિયા સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના રેહવાસી છે. તેમના પત્ની ધારા ધારી વિસ્તારમાં આવેલા દલખાણીયા ગામના રેહવાસી છે.આમ નયનભાઈ સાવલિયા અને તેની મંગેતર ધારા એ ટ્રેડિશનલ ડ્રેસમાં ફોટો શૂટ કરાવીને આજના યુવાનોને કંકોત્રી મારફતે આપણી સંસ્કૃતિને અપનાવવાનો એક સંદેશો પણ આપ્યો છે. આમ આ સાથે પેજ નં-7થી તેમણે સાયબર ક્રાઇમ એટલે શું તેમજ સાયબર ક્રાઇમ થવા પાછળના કારણો, સાયબર ક્રાઈમના પ્રકારો વિશે લોકોને માહિતી આપી છે.

ત્યારબાદ જ્યાં આજકાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ મનોરંજન માટે, નવા મિત્રો બનાવવા માટે થઈ રહ્યો છે. તેની સાથે લોકો કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઠગાઈ કરી રહ્યાં છે. તેના વિશે પણ લોકોને જાગૃત કર્યાં છે. આમ આ કંકોત્રીમાં સાઇબર ક્રાઇમ થી બચવા માટે નાગરિકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે પણ દર્શાવવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા સિક્યુરિટી, ચાઈલ્ડ ફોટોગ્રાફી, મોબાઈલ સિક્યુરિટી વગેરેને લઈને લોકોએ કઈ પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું તે પણ કંકોત્રીમાં દર્શાવવામાં આવ્યું છે. તેમજ કંકોત્રીમાં આગળ જો તમે સાયબર ફ્રોડ નો શિકાર બન્યા છો તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી શકો છો. જો તમે નાણાકીય ફ્રોડ નો ભોગ બન્યા છો તો પણ આ નંબર પર ફરિયાદ નોંધાવી શકો છો ગુજરાત સાયબર ક્રાઇમ સેલ તુરંત જ કાર્યવાહી કરે છે અને તમારા નાણા તમને પરત મળી શકે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *