ભારતમાં આવેલું એવું ગામ જ્યાં દીકરીની વિદાય વખતે વિધવાના કપડા પહેરવામાં આવે છે કારણ માત્ર એટલું કે …
ભારતમાં અનેક પ્રકાર ના લોકો વસવાટ કરતા જોવા મળે છે અને તે તમામ લોકોના રીતી રીવાજો અલગ જોવા મળે છે અને દરેક સમુદાયના લોકો ના નિયમો પણ અલગ હોય છે સાથે જ અલગ અલગ પરંપરાઓ પણ જોવા મળે છે એટલે જ તો ભારતને બહુવિધ સંસ્કૃતી ધરાવતો દેશ કહેવાય છે .હા પરતું તે ભલે કોઈ પણ ધર્મ કે જાતી ના લોકો હોય લગ્ન ને તો કોઈ ઉત્સવથી ઓછા નથી ગણવામાં આવતા .
તમામ સમુદાયના લોકો લગ્નમાં તો એક તહેવાર ની જેમ જ ઉજવતા જોવા મળે છે તમામ ના માટે લગ્ન તો સમાન જ ગણાય છે માત્ર રીત જુદી હોય છે .આજે આપડે એક એવા સમુદાય ના વિષે વાત કરવા જઈ રહ્યા છીએ. જ્યાં લગ્ન પછી બહુ જ અજીબ રીવાઝ નીભાવવામાં આવે છે .અહી લગ્ન થયા બાદ માતા પિતા જ દુલ્હનના લાલ જોડા ખોલી નાખે છે અને ત્યાર બાદ તેણે વિધવાના કપડે વિદાય આપે છે .
આપડે વાત કરી રહ્યા છીએ મધ્યપ્રદેશ ના મંડલા જીલ્લાના ભીમડોગરી ગામની . અહી આદિવાસી સમાજ ના લોકો રહે છે . તેમનામાં પણ લગ્ન ખુબ ધામધૂમ થી મનાવવામાં આવે છે . બધું એમ જ કરવામાં આવે છે જેમ એક ભારતીય ના લગ્ન માં થતું હોય .પરંતુ લગ્ન પછી અજીબ જ રસમ અહી કરવામાં આવતી હોય છે તેમાં દુલ્હનને સફેદ કપડામાં વિદાય આપવામાં આવે છે .
જી હા અહી વિદાયના સમયે દુલ્હનને વિધવાની જેમ સફેદ કપડા પહેરવામાં આવે છે , પરંતુ આમાં પણ એક અજીબ વાત એ છે કે માત્ર દુલ્હનને જ ની પરંતુ ગામના દરેક વ્યક્તિ ને લગ્નમાં સફેદ કપડા પહેરવાનો જ રીવાજ છે.આપણને વિચાર આવે કે આવી કેવી પ્રથા ? વાસ્તવમાં આની પાછળ એક ખાસ કારણ છે .કે આ ગામમાં રહેતા લોકો ગૌડી ધર્મનું પાલન કરે છે .
તેમના માટે સફેદ રંગ શાંતિ નું પ્રતિક છે . સાથે જ સફેદ કલર પવિત્ર પણ માનવામાં આવે છે જેમાં કોઈ ભેળસેળ જોવા મળતી નથી . આ કારણે લોકો સફેદ કપડા લગ્નમાં પહેરવાનું શુભ માને છે . આ ગામમાં દારૂ પૂર્ણ રીતે બંધ છે આ ગામમાં રહેનાર તમામ લોકો ગૌડી ધર્મને માને છે અને સાથે આદિવાસી રીવાજો નું પણ પાલન કરે છે .
આ ગામમાં લગ્ન માં સફેદ કપડા પહેરવાની સાથે હજુ ઘણા રીવાજ માનવામાં આવે છે .લગ્નના સમયે ત્યાં એ બાબત જાણવી અઘરી બને છે કે અહી લગ્ન થઇ રહ્યા છે કે કોઈ માતંગ માનવી રહ્યું છે . આની સિવાય પણ આ લોકો અન્ય સમુદાયના રીવાજો પણ માનતા હોય છે . જેમાં દુલ્હન લગ્ન ના સમયે પોતાના ઘરે ફેરા લેતી હોય છે પરંતુ અહી તો અલગ જ રીવાજ છે અહી વરરાજા ના ઘરે જઈને ત્યાં ફેરા ફરવાનો રીવાજ જોવા મળે છે . એટલે કે ચાર ફેરા દુલ્હનના ઘરે અને બાકીના ૩ ફેરા દુલ્હાના ઘરે ફરવાના હોય છે .