માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો ! ગુજરાતના આ ગામની ૨ કિશોરાની તળાવમાં ડૂબવાથી મોત નીપજ્યું હતું…જાણો વિગતે

લોકો સાથે ક્યારે ગંભીર અકસ્માત બની જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતે કાળજું કંપાવી દે એવો કિસ્સો સામે આવી રહ્યો છે આ કિસ્સામાં ધ્યાન લેવા જેવી બાબત છે કે બાળકોના માતા પિતા એ કોઇપણ જગ્યાએ કે પરિસ્થિતિમાં બેદરકારી થવા નો દેવી જોઈએ કે કોઈ નાની ભૂલ પણ નાં કરવી જોઈએ જેના લીધે બાળકનો જીવ જોખમાઈ અને મુશ્કેલીમાં પડે.

અહ્યા માતા પિતાને ચોકાવનારી ઘટના બની જાય છે રાજ્યમાં ગરમીનો પારો વધવાથી લોકો મોટા ભાગે નદીઓમાં, તળાવોમાં ન્હાવા પડતા હોઈ છે તેવીજ રીતે દાહોદના ખરોદા ગામમાં જ્યાં ન્હાવા ગયેલા ૪ કિશોરી અને એક કિશોર માંથી ૨ કિશોરીનું ડૂબવાથી મૃત્યુ થયું હતું જ્યારે બાકીના ૨ કિશોરી અને એક કિશોરનું બચાવ કરી હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટના બાદ ગામમાં અરેરાટી થવા પામી હતી.

આ તળાવ ગામની ખેતીની સિંચાઈ માટે નું છે જ્યાં આ ૪ કિશોરી અને એક કિશોર ન્હાવા પડે છે અને ૨ કીશોરીનું ડૂબવાથી મૃત્યુ થાઈ છે. અને બાકીના બાળકોનો બચાવ કરવામાં આવે છે આ બનાવ બાદ બંને કિશોરીનો મૃત બહાર કાઢવામાં આવે છે આ ઘટનાની જાણ મળતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમાંર્ટમ માટે દાહોદ લઇ જવામાં આવ્યા હતા આમ ૯ વર્ષ અને એક કિશોરી ૧૦ વર્ષની હોઈ તેનું ડૂબવાથી સમગ્ર વિસ્તારમાં ગમગમી છવાઈ ગઈ હતી.

તેવીજ રીતે ગઈ કાલે કુછડીનાં દરિયામાં એક પરિવાર તણાયો હતો. જેમાં ૫ સભ્યોનો બચાવ હતો, જ્યારે ૯ વર્ષનો બાળક ગરકાવ થયો હતો દરિયામાં ગરક થયેલા ધ્રુવ ત્રિવેદી નામના બાળકનો ૧૫ કલાકે મૃતદેહ મળ્યો છે. અને તેમના પરિવારમાં પણ ખુબજ દુઃખનો માહોલ થવા પામ્યો હતો. આમ આ બધી ઘટના પરથી તમને સીખ મળે છે નાની ભૂલ કરવાથી પણ મોટી ઘટના સર્જાતી હોઈ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.