માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો ! બે ભૂલકાઓ રમતા રમતા ઘરની પાછળ આવેલા તળાવમાં પડ્યા બાદ તેમનું કરુણ મોત નીપજ્યું….
હાલ તમે જણોજ છો કે રાજ્યમાં અને દેશમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતો ખુબજ વધી ગયા છે જેમાં સગીર બાળકો સહીત યુવાનો પણ મૃત્યુ પામે છે. અકસ્માતની પાછળ નું કારણ ઘણી વખત કોઈ બેદરકારી લીધે તો વળી નાની ભૂલ પણ હોઈ છે. આવીજ નાની ભૂલ અને બેદરકારી લીધે ગંભીર અકસ્માત સર્જાતા હોઈ છે. તેવીજ એક બેદારકારીને લીધે એક દુઃખદ ઘટના સામી આવી છે. જેમાં બે સગીરનાં મૃત્યુ થયા છે. આવો તમને તેના વિષે રૂબરૂ કરાવ્યે.
આ ઘટના માંગરોળ તાલુકાના લીંબોદરા ગામે રવિવારની સાંજે બની હતી. રવિવારની સાંજે બંને ભૂલકાઓ રમતા રમતા ઘરની પાછળ આવેલા તળાવ પાસે પહોચી જાય છે. જ્યાં બંને તળાવ માં ડૂબી જતા મૃત્યુ પામે છે જેમાં એક નાની બાળકી અને એક બાળક હોઈ છે બંને મામા અને ફુઈ નાં ભાઈ બહેન થાઈ છે. ત્યાર બાદ ગ્રામજનોએ બંને ને તળાવ માંથી કાઢ્યા પરંતુ બંને બાળકો મૃત્યુ પામ્યા હતા જે પછી સમગ્ર ગામમાં અરેરાટી થવા પામી હતી.
સુજલામ સુફલામ યોજના હેઠળ આ તળાવ બનાવવામાં આવતું હતું જ્યાં આ બે બાળકો ડૂબવાથી મૃત્યુ પામ્યા હતા. મોટી નરોલી થી મામાના ઘરે આવેલી આઠ વરસની મોહિનુર ઇમરાન મલેક મામાના દીકરા રેહાન ઈલ્યાસ પઠાણ ઉંમર વર્ષ 10 સાથે ઘરના માત્ર ૧૫ ફૂટ દૂર આવેલા હાલમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાઈ રહેલા તળાવ બાજુ રમવા ગઈ હતી. અને અચાનક બંને તળાવમાં ડૂબી ગયા બાદ માં પરિવારજનો અને ગ્રામજનો ને ખબર પડતા લોકોના ટોળે ટોળા વળી ગયા હતા. આમ બંને બાળકોને બચાવવામાં મોડું થતા તળાવમાં ડૂબવાથી તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
આ પછી ઘરના લોકો માં શોકની લાગણી છવાઈ ગઈ હતી. સાથે સાથે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ખોદાઈ રહ્યું હોય તળાવ ખુદના એજન્સીએ તળાવ ઉંડુ હોય આજુબાજુ કોઈ પણ જાતનું સલામતીની વ્યવસ્થા કરી ન હોય બિન સલામત તળાવ સામે લોકોમાં રોષની લાગણી છવાઈ હતી અને તળાવ ખોદનાર સામે કાર્યવાહી કરવાની ગ્રામજનોમાં માગણી ઉઠાવવા લગ્યા હતા.