માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો ! ઉમરાણા ગામનો આ બાળક કુતરાના હુમલાથી થયો ગંભીર રીતે ઘાયલ અને પછી…
આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે શેરીના અને ગામના રખડતા પશુ અને પ્રાણીઓ ઘણી વખત ગુસ્સામાં આવી માણસોને ઈજાગ્રસ્ત કરતા હોઈ છે જે પછી લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોઈ છે હાલ જામનગરમાં આવા ઘણા બનાવો બની રહ્યા છે છેલ્લે વાત કરીએ તો જામનગરમાજ એક ગાયે ગુસ્સામાં આવી રોડ પર જઈ રહેલા વૃદ્ધ પર શીંગડા વડે હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા અને જે પછી તેનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
હાલ એક તેવોજ કિસ્સો સામો આવી રહ્યો છે જેની વાત કરીએ તો જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના ઉમરાણા ગામમાં મજુરી કામ કરતા દેવગાઢ બારીયાના જગદીશભાઈ નાયકા નામના યુવાનનો પુત્ર હરેશ ઉ.વ.7 જે ધનજીભાઈ ભંડેરિની વાડીમાં મજુરી કામે જતો હતો ત્યારે વાડી વિસ્તારમાંથી પસાર થતા સમયે છ થી સાત જેટલા કુતરાઓ આવી ચડ્યા હતા અને એક સાથે માસુમ બાળક ઉપર હુમલો કરી ફાડી ખાધો હતો અને તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.
તેને ગંભીર ઈજા પહોચતા પ્રથમ કાલાવડ અને ત્યારબાદ જામનગરની જી.જી હોસ્પીટલમાં પહોચાડવામાં આવ્યો હતો. કુતરાઓના હુમલાથી બાળકને માંડ માંડ બચાવવામાં આવ્યો હતો આ ઘટના પછી ગામના લોકોમાં કુતરાના હમલા નો ભય ફેલાઈ ગયો હતો. આવા હડકાયા કુતરાઓ થી લોકો ખુબજ ભય માં રહેતા હોઈ છે તેમજ તેની નજીક પણ જતા હોતા નથી.
રાહતની વાત એ છે કે હરેશ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનો જીવજોખમમાં પડ્યો હતો. છતાં પણ તબીબો દ્વારા સારામાં સારી રીતે તેની સંભાળ અને ધ્યાન રાખિને તેને દાખલ કર્યો છે. તબીબો દ્વારા તેને કુતરો કરડીયા બાદનાં ઇન્જીકક્ષન પણ આપવામાં આવ્યા હતા. જેથી તેને કોઈ રોગ થતો અટકે.