ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રીનું 34 વર્ષની ઉંમરે આ ગંભીર બીમારીને કારણે થયું દુઃખદ નિધન…

આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું દુઃખદ અવસાન થતું હોઈ છે હાલ એક તેવોજ ખુબજ દુઃખદ નિધન સામે આવી રહતું છે જેમાં ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેત્રી હેપી ભાવસારને કેન્સર જેવી ગંભીર બીમારીના કારણે તે સર્વાઇવ ન કરી શકયા.

વાત કરીએ તો પોતાનાં નામની જેમ જ હમેશાં જીવનારા હેપી ભાવસારને ફેફસાંનું કેન્સર ડિટેક્ટ થોડા સમય પહેલાં જ થયું હતું. તેને અઢી મહિનાની ટ્વિન્સ દીકરીઓ છે. હેપી ભાવસારને એક મહિનાપહેલાં જ તેનાં લંગ કેન્સર અંગે જાણ થઇ હતી. પહેલાં સ્ટેજનું કેન્સર હોવાને કારણે પરિવારને આશા હતી કે તે જલ્દી જ સાજી થઇ જશે. પણ વિધાતાને કંઇક બીજુ જ મંજૂર હોય તેમ થયું. હેપીને આ સાથે એક રેર ઓફ ધ રેર બીમારી જોવા મળી. આ બીમારીમાં જેને કેન્સર હોય તેનાં તે અંગનો ભાગ ધીરે ધીરે પ્લાસ્ટિક બનવા લાગે. એટલે કે જો કોઇને ફેસનું કેન્સર હોય તો તેને આ બીમારીમાં ચહેરાનો ભાગ પ્લાસ્ટિક બનવા લાગે એટલે તે હસી ન શકે. બોલી ન શકે. તેમ હેપીને લંગ કેન્સર હોવાને કારણે તેનાં ફેફસાં પ્લાસ્ટિક જેવા થવા લાગ્યાં.

આમ જે બાદ ધીમે ધીમે તે કામ કરવાનું બંધ કરવાં લાગ્યા અને તે ઓક્સિજન નહોતા બનાવી શકતાં જેને કારણે શરીરમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી ગયું અને તે આ કેન્સર સામેની જંગ હારી ગયાં. હેપી ભાવસારનાં નિકટનાં મિત્રોનાં જણાવ્યાં અનુસાર તેમની ગત રોજ સવારથી તબિયત બગડી હતી અને તેમને હોસ્પિટલાઇઝ કરવાંમાં આવ્યાં હતાં. જ્યાં સવારથી જ તેઓ વેન્ટીલેટર પર હતાં. અને ડૉક્ટર્સે કહ્યું હતું કે, 24 કલાકમાં જો કોઇ મિરેકલ થઇ જાય તો થઇ જાય. જે બાદ 24 કલાકની અંદર જ હેપીએ દમ તોડી દીધો હતો.

તેમજ વાત કરીએ તો ફિલ્મ ‘મહોતું’ અને ’21મું ટિફિન’ જેવી તેણે ઉત્તમ ફિલ્મો આપી છે. જ્યારે શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર અદા કરી તે ઘર ઘરમાં લોકપ્રિય થઇ ગઇ હતી. નાટકોમાં પણ તેણે ઉત્તમ કામ કર્યું છે. તેણે રાગી જાની અને સૌનક વ્યાસ સાથે જાણીતા નાટક ‘પ્રિત પિયુને પાનેતર’ના 500થી વધુ શો કરી ચૂક્યા છે આ સીવાય તે ‘મોન્ટુ ની બીટ્ટુ’ અને ‘મૃગતૃષ્ણા’ જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.

આમ મીડિયા રિપોર્ટ્સ મુજબ, હેપ્પી ભાવસારે કમર્શિયલ ડેબ્યુ દૂરદર્શનની ફિલ્મ ‘શ્યામલીથી કર્યું હતું. પછી અભિનેત્રીએ “મારા સાજણજી’, “મારી પાનખર ભીંજાઈ જેવી અનેક સિરિયલોમાં રોલ નિભાવ્યો હતો. ટીવી શો અને નાટકો બાદ ગુજરાતી અભિનેત્રીએ વિજયગિરી બાવાની ફ઼િલ્મ પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયર′ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. તેમજ આ ફિલ્મ માટે તેમને “ટ્રાન્સમીડિયા’નો “બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ રોલ”નો એવૉર્ડ મળ્યો હતો. તેમજ મહોતું” શોર્ટ ફિલ્મ દ્વારા અભિનેત્રીએ લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. આ ફિલ્મને પણ નેશનલ એવૉર્ડ મળ્યો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *