સુરત ના જાણીતા બિલ્ડરે આપઘાત કરી લીધો ! સ્યુસાઈડ નોટ મા લખ્યા ત્રણ લોકો ના નામ….જાણો વિગતે
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક બિલ્ડરે ભાગીદારોના ત્રાસથી દવા ગટગટાવી જીવન ટુંકાવ્યું, જાણો અંતિમ નોટમાં શું લખ્યું. આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો આ આપઘાતણી ઘટના અડાજણ વિસ્તારમાંથી સામે આવી રહી છે જ્યાં રહેતા બિલ્ડર ૪૮ વર્ષિય અનિલ રમણભાઇ પટેલે સોમવારે રાત્રે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર અનિલભાઇએ શંકરકાકા, ગણપતકાકા અને ફોઇના દિકરા જતીન સાથે ભાગીદારીમાં પાલ ખાતે કલ્યાણા રેસીડન્સીનું પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. હિસાબ માટે ઘણા સમયથી આ ત્રણેય ભાગીદારો માનસિક રીતે અનીલભાઇને ત્રાસ આપી રહ્યા હતા. જેના કારણે તેમણે આ પગલુંભરી લીધું હતું.
વાત કરીએ તો અનિલભાઇએ સુસાઇડ નોટમાં ‘‘મારા મોતનું કારણ શંકર કાકા, ગણપત કાકા અને જતીન છે, બિલ્ડર અનીલભાઇ પટેલે મરતા પહેલા ત્રણ ભાગીદારોના નામ લખ્યા હતા.જ્યા કલ્યાણઆ રેસીડેન્સી પ્રોજેક્ટના ભાગીદાર શંકર કાકા,ગણપત કાકા,અને જનીતનો ઉલ્લેખ કર્યો છે.જ્યાં તેઓ એ વધુમાં લખ્યું છે કે ઉપરોક્ત ત્રણેય ભાગીદારોને કારણે હું. આ પગલું ભરી રહ્યો છું.”
વધુમાં અનિલભાઈએ સ્યુસાઈડ નોટમાં જણાવ્યું કે “જતીન મને છેલ્લા ત્રણ મહિનાથી માનસિક ત્રાસ આપી રહ્યો છે.અને તેમના કારણે માટે કસ્ટમરને રોજ નવા નવા બહાના બનાવવા પડે છે.અને વેપારીઓને મોઢું બતાવવું પણ મારે મુશ્કેલ બન્યું છે.જેથી હું આ પગલું ભરી રહ્યો છે. હાલ આ મામલે પોલીસે ગુન્હો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.”