100માં જન્મદિવસે મહિલાની ધરપકડ થઇ જેનું કારણ જાણીને તમે ચોંકી જશો…

જન્મદિવસ એક એવો દિવસ હોય છે કે જે દરેક ઉત્સવની જેમ જ મનાવવામાં આવતો હોય છે જન્મદિવસ એક નવી ખુશીઓ લઈને આવતો હોય છે.દરેક લોકો તેના જન્મદિવસને ખાસ બનાવવા માટે અવનવી તરકીબો અજમાવતા હોય છે અને તેને યાદગાર બનાવવા માટે અનેકો પ્રકારના આયોજનો કરતા હોય છે.અને એમાં પણ જો કોઈ વ્યક્તિને જન્મદિવસના ૧૦૦ વર્ષ પૂરા થયા હોય તો તેને ઉજવવામાં કંઇક અનેરો જ આનંદ આવતો હોય છે.દરેક લોકો આ દિવસને અનોખું મહત્વ આપતા હોય છે.પરંતુ જો કોઈ પોતાનો ૧૦૦ મો જન્મદિવસ મનાવતા હોય અને જો તે જ દિવસે તેને જેલમાં જવું પડે તો કેવું લાગે .


જો વ્યક્તિનો જન્મદિવસ હોય અને તે દિવસે તેને જેલમાં જવું પડે તો કેવો શોક લાગે છે . આવો અજીબ કિસ્સો ક્યારેય નહીં જોયો હોય.પરંતુ આજે આવો કીસ્સો ઓસ્ટેલિયા થી સામે આવ્યો છે કે જેમાં એક મહિલા તેનો ૧૦૦ મો જન્મદિવસ મનાવી રહી હતી ત્યારે પોલીસે તેને ગિરફ્તાર કરી લીધી હતી.વાસ્તવમાં આ ઘટના ઓસ્તેલિયા ના વિક્ટોરિયા થી સામે આવી છે. ઓસ્ટેલિયા મીડિયા રીપોર્ટ અનુસાર વિક્ટોરિયાની પોલીસે આ અંગે પોતાના સોશિયલ મીડિયા પર જાણકારી અને મહિલાની તસવીર રજૂ કરતાં જણાવ્યું હતું કે જીન બિકેતન નામની મહિલા ને ત્યારે ગિરફ્તાર કરવામાં આવી હતી.

કે જ્યારે તે પોતાના ખાસ મિત્રો અને કુટુંબીજનો સાથે પોતાનો ૧૦૦ મો જન્મદિવસ મનાવી રહી હતી.અને આ ગિરફ્તાર કરવા પાછળનુ કારણ જણાવતાં કહ્યું હતું કે આ મહિલા ની જ ઈચ્છા હતી આથી તેને ગિરફ્તાર કરવામાં આવી રહી છે.છે ને સાંભળવામાં નવીન વાત.પરંતુ આ સાચી બાબત છે.વાસ્તવમાં આ મહિલાની ઉંમર ૧૦૦ વર્ષ થવાની હતી.અને તે આટલા ૧૦૦ વર્ષના સમય દરમિયાન પોલીસના હાથે લાગી નહોતી કે ગિરફ્તાર થઈ નહોતી. તેણે પોતાની ઈચ્છા માં એ જ જણાવ્યું હતુ કે તે કોઈ દિવસ ગિરફ્તાર થઈ નથી.

અને આથી જ તેના પરિવારનાં લોકો એ તેના માટે આમ નવીન કરવાનું નક્કી કર્યું હતુ અને આવું આયોજન કરવામાં આવ્યું હતું.હા પરંતુ થોડી જ વારમાં મહિલાને છોડી પણ દેવામાં આવી હતી.આ બધું ત્યારે થયું હતું જ્યારે તે પોતાનો ૧૦૦ મો જન્મદિવસ મનાવી રહી હતી.પોલીસે જણાવ્યું હતું કે ત્રણ યુવાન કોન્સ્ટેબલ વિક્ટોરિયાના ગાર્ડન્સ રેસિડેન્શિયલમાં આવેલ મહિલાના ઘરે પહોંચી ગયા હતા અને ત્યાં મહિલાના હાથમાં હળવેથી હાથકડી પહેરાવી હતી અને સત્તાવાર રીતે ધરપકડ જાહેર કરવામાં આવી હતી.અને ત્યાર પછી બધાએ સાથે મળીને જન્મદિવસની ઉજવણી કરી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *