વાહનોથી ધમધમતા વડોદરાના પાદરા રોડ ઉપર બાઇક, ઓટો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળેજ મોત… જયારે રીક્ષા ચાલક…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના આજે વહેલી સાવરે વડોદરાના પાદરા-અટલાદરા રોડ નારાયણ વાડી પાસે બની હતી. જ્યાં મોટર સાઇકલ, ઓટો રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત થતાં બાઈક ચાલક 22 વર્ષીય યુવાનોનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે ઓટો રીક્ષા ચાલકને સામાન્ય ઇજા થઇ હતી. આ ત્રિપલ અકસ્માતના બનાવની જાણ માંજલપુર પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ બનાવ બનાતાજ આસપાસના રાહદારીઓના ટોળે ટોળાં વળી ગયા હતાં.

પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા તાલુકાના સમીયાલા ગામમાં રહેતો તોકીરહુસેન અકીરહુસેન સૈયદ ખાનગી ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આજે સવારે તેની બાઈક ઉપર રાબેતા મુજબ સમીયાલા ગામથી વડોદરા તરફ આવી રહ્યો હતો. દરમિયાન અટલાદરા નારાયણ વાડી પાસે પાછળથી આવતા કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. .જેથી આ બાઈકને બચાવવા જતા સામેથી આવી રહેલ રીક્ષા ચાલક બાઈકને બચાવવા જતા તેઓની ઓટોરીક્ષા પણ પલટી મારી ગઈ હતી. જેમાં તેઓને સામાન્ય ઇજા પહોંચી હતી. પરંતુ, બાઇક ચાલક તોકીરહુસેન સૈયદનું સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. જે બાદ પરિવારમાં ખુબજ ગમ નો માહોલ થવા પામ્યો હતો.

તેમજ સાથે મૃતક તોકીરહુસેન સૈયદના મિત્રો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ માજલપુર પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. મોતને ભેટેલા યુવાનના મૃતદેહને ખાનગી સેવા સંસ્થાની એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ બનાવે વિસ્તારમાં ગમગીની ફેલાવી દીધી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *