એક યુવતી કે જેની સુંદરતા સામે અભિનેત્રીઓ પણ પાણી ભરે છે…આજે મહિલા PSI ની પોસ્ટ ઉપર છે
હાલના સમય માં સ્ત્રીઓ પણ પુરુષો કરતા પાછળ નહિ બલકે તેની આગળ નીકળી રહી છે. જે લોકો એમ વિચારે છે કે સ્ત્રીઓથી કઈપણ નાં થાય તેવા લોકોને પલ્લવી જાધવે અરીસો દેખાડી ને પોતે PSI બની છે. મોટા ભાગે આપણે જોતા હોઈએ છીએ કે સુંદર દેખાતી યુવતીઓ ફેશન ઈન્ડસ્ટ્રી કે ફિલ્મ ની દુનિયામાં જવાનું પસંદ કરે છે પરંતુ આ યુવતી કે જેની સુંદરતા સામે અભિનેત્રી પણ ફેલ છે તેને પોલીસમાં જવાનું પસંદ છે.
પલ્લવીએ વર્ષ ૨૦૧૫માં પોલીસમાં પોતાની સેવા શરુ કરી હતી સાથે સાથે તેમણે મોડેલીંગ કરવાનું પણ ચાલુ રાખ્યું અને પોલીસ ની પણ ફરજ નિભાવતી રહી. તેમજ તેનું બાળપણ ખુબજ ગરીબીમાં પસાર થયું હતું. પરિવાર આર્થીક રીતે ખુબજ ગરીબ હતુ અને ઘરના બધાજ લોકો કામે જતા હતા અને પલ્લવી પણ સાથે સાથે કામ કરવા જતી અને પોતાનો અભ્યાસ પણ સારી રીતે કરતી તેની મહેનત અને ખુબજ સંઘર્ષ બાદ આજે તે PSI બની ગઈ છે.
પલ્લવી જાધવ તેના સોસીયલ મીડિયા પર પણ ખુબજ એક્ટીવ રહે છે.તેમના ઘણા ફોલોઅર્સ પણ છે. તેમને ઘણા લોકો લેડી સિંઘમ નાં નામે પણ બોલાવે છે. એક અનોખી વાત એવી છે કે તે ૨૦૨૦ માં ગ્લેમોન મિસ્સ ઇન્ડિયા પ્રતિયોગીતા માં પણ ભાગ લીધો હતો, અને તે પહેલી રનરઉપ હતી. આમ તે પોલીસ હોવાની સાથે સાથે પણ તે પોતાના શોખને પણ મહત્વ આપે છે, કારણકે મોડેલીંગ પલ્લવીનો શોખ છે.
આમ પલ્લવી જ્યારે જ્યારે પણ તેમના ફોટા સોસીયલ મીડિયા પર શેર કરે છે ત્યારે તેમના ચાહકો ખુબજ પસંદ કરી રહ્યા છે. સાથે સાથે તેમની તસ્વીરો પણ ખુબજ વાયરલ થઇ જાય છે આમ તે એક પોલીસ મહિલા ની સાથે પોતાની સુંદરતા થી એક અભિનેત્રી કરતા પણ વધારે પ્રખ્યાત છે.