યુવકે ધોળા દિવસે સળગાવી લાખોની લક્ઝરિયસ કાર! કારણ જાણી રહી જશો દંગ…જાણો પુરી વાત

મિત્રો તને અવાર નવાર એવા વિડિઓ જોતાજ હશો જે જોયા બાદ તમે પણ ચોકી જતા હશો. હાલ એક તેવોજ ચોકાવનારો વિડિઓ સામે આવી રહ્યો છે જે જોયા બાદ તમે રહી જશો દંગ. આ ઘટનામાં વિડિઓમાં તમે જોઈ શકો છો કે ઘરની સામે ઊભી રાખેલી મર્સિડીઝ કારમાં પેટ્રેલ છાંટીને આગ લગાવવાનો એક વીડિયો સામે આવ્યો છે. CCTV ફૂટેજમાં એક બાઈક ઉપર આવેલા માણસે આ કામ કર્યુ હતુ. મર્સિડીઝના માલિક આયુષ ચૌહાણે પોલીસમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. તેણે કહ્યુ હતુ કે કારમાં આગ તેના ઘરમાં ટાઈલ્સ લગાવનાર એક વેન્ડરે લગાડી છે.

આ ચોકમારી ઘટના નોઈડામાંથી સામે આવી રહી છે જેમાં તમને સાફ દેખાય છે કે હેલમેટ પહેરેલો એક બાઈક સવાર બોટલમાંમાં પેટ્રોલનો કારના બૉનેટ ઉપર છંટકાવ કરે છે અને પછી આગ લગાવે છે. આ પછી તે વ્યક્તિ તરત જ ઘટનાસ્થળેથી ભાગી જાય છે. જોકે, આનાથી કારને મોટું નુક્સાન થયુ નથી. કારણ તે આગ જાતે જ બુઝાઈ ગઈ હતી. આયુષ ચૌહાણે કોતવાલી સેક્ટર-39 નોઈડા પોલીસને પુરાવા તરીકે CCTV ફૂટેજ આપ્યા હતા. જેમાં સાફ દેખાય છે.

CCTV ફૂટેજના આધારે આયુષ ચૌહાણે એ વાતની પુષ્ટી કરી હતી કે આરોપી તેના ઘરમાં ટાઈલ્સ લગાવનાર વેન્ડર જ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આયુષે પોતાની ફરિયાદમાં આગ લગાવનાર અને બિસરખમાં રહેનાર રણવીર નામના શખ્સનો ઉલ્લેખ કર્યો છે. રણવીર એક વેન્ડર છે, જે ટાઈલસ લગાવવાનું કામ કરે છે. આયુષ ચૌહાણે પોતાના ઘરમાં ટાઈલ્સ લગાવ્યા પછી પૂરા પૈસા આપ્યા નહોતા. એટલે તેણે આ વાતને લઈને આવેશમાં આવીને મર્સિડીઝ કારને આગ લગાવી દીધી હશે, તેવું તારણ કાઢવામાં આવ્યુ છે.

વાત એવી હતી કે આયુષે થોડા મહિના પહેલા પોતાના ઘરમાં ટાઈલ્સ લગાવવાનું કામ કર્યુ હતુ. અંદાજે 3-4 મહિનાથી તેણે રણવીરને પૈસા અપ્યા નહોતા. એટલે ગુસ્સામાં આવીને વેન્ડરે કારને આગ લગાવી દીધી હતી. ACP રજનીશ વર્માએ જમાવ્યુ હતુ કે, ‘આયુષે અંદાજે 5 લાખ રૂપિયાની ટાઈલ્સ લગાવી હતી. તેણે ફરિયાદમાં એવું લખાવ્યુ છે કે તેણે પૂરૂ પેમેન્ટ કરી દીધુ છે. પરંતુ વેન્ડર વધુ પૈસા માગી રહ્યો છે. તો વેન્ડરનું કહેવુ છે કે આયુષે પાંચ લાખમાંથી અઢી લાખ રૂપિયા જ આપ્યા છે. હજુ પણ 2 લાખ 68 હજાર રૂપિયા આપવાના બાકી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *