સુરતમાં શો રૂમના મેનેજર તરીકે કામ કરતાં યુવકે કર્યો આપઘાત ! સ્યુસાઇડ નોટમાં લખ્યું કે, ” હું આ દેવું ચુકવવાની સ્થિતિમાં…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવકે આપઘાત કરી લીધો. તેમજ તેના બેગ માંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.

આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના સુરત શહેરના વરાછા ચોપાટી વિસ્તાર માંથી સામે આવી રહી છે જ્યાં રહેતા સેલ્સ મેનેજરે આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ છેલ્લા ઘણા સમય થી સુરતમાં આપઘાતના કિસ્સાઓ ખુબજ વધી રહયા છે તેવામાં ફરી એકવાર સુરતના ચોપાટીમાં એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જાણ કરતા તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતક પાસેથી એક સુસાઈટ નોટ મળી આવી હતી.

તમને વિગતે જણાવીએ તો સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા મનીષ ધોકિયા (49 વર્ષીય) કે જેઓ પીપલોદ વિસ્તારમાં આવેલી ખાનગી સેલ્સમાં ઇલેક્ટ્રોનિકના શોરૂમમાં મેનેજર તરીકે કામ કરે છે. તેઓ વરાછાની ચોપાટીમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘટનાની જાણ થતા જ ચોપાટીના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના જાણકારી પોલીસને કરતા કાપોદ્રા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જે બાદ પોલીસ તપાસમાં તેઓને મૃતક મનીષના બેગ માંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં મળતી માહિતી પ્રમાણે સ્યુસાઇડ નોટમાં લાખેણું હતું કે ‘સટ્ટા બેટિંગ અને કેસિનોમાં 50 લાખ હારી જવાથી હું આ દેવું ચૂકવવાના સ્થિતિમાં નથી, જેથી આ પગલું ભરું છું.’ જોકે હાલ આ મામલે કાપોદ્રા પોલીસે સુસાઈડ નોટના આધારે પણ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આમ આવા કિસ્સા ગુજરાતના ઘણા મોટા શહેરોમાં જોવા મળતા હોઈ છે. જેમાં પહેલા લોકો પૈસા લઇ લેતા હોઈ છે જે બાદ તેને ચૂકવી શકતા હોતા નથી અને બાદમાં વ્યાજખોરોના ત્રાસને લીધે તેઓ આપઘાતનું પગલું ભરી લેતા હોઈ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *