સુરતમાં યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું ! મરતા પહેલા વિડિઓ બનાવી કહ્યું, “માઈ માફ કરી દે….જુઓ વિડીઓ

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. તેવીજ રીતે એક આપઘાતનો મામલો થોડા દિવસો પહેલા બન્યો હતો જેમાં આપઘાત કરનાર યુવકનો આપઘાત કરતા પહેલાનો એક ખુબજ ચોંકાવનારો વિડિઓ સામે આવી રહ્યો છે. જે જોઈ તમે પણ ભાન ભૂલી જશો. આવો તમને વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો આ આપઘાતનો ધ્રુજાવી દેતો કિસ્સો સુરતના ઉધનામાં માંથી સામે આવ્યો હતો જ્યાં ગઈ 22 તારીખે દિનારામ ઉમારામ જાટ નામના રાજસ્થાની યુવકે આપઘાત કર્યો હતો. તેમજ દિનારામે મોત વ્હાલું કરતા પહેલા આક્રંદ સાથે એક કરુણ વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં મૃતક યુવાને સમસ્યા સ્યુસાઇડ નોટમાં લખી હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં મૃતકે આપઘાત પહેલા મિત્રને વીડિયો કોલ પણ કર્યો હતો. હાલ આ ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે.

આમ જો આ સાથે મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો આ પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં રૂપિયાની લેતી-દેતી મામલે યુવાને આયખું ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે.સાળા-બનેવી વચ્ચે ધંધાકીય રૂપિયાની લેતી-દેતીમાં આપઘાત કર્યો હતો. સાળા-બનેવી વચ્ચે ધંધાકીય બાબતને તકરાર થઈ હતી. જેમાં અમરારામ સહિત અન્ય શખ્સો 15 હજારના 75 હજાર રૂપિયા વસૂલ કર્યા હોવાના આરોપ લાગી રહ્યા છે તો ધર્મેન્દ્ર નામના શખ્સે 15 હજારની સામે 75 હજાર રૂપિયા પડાવી લીધા હોવાની રાવ ઉઠતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આગળ ધપાવી છે.

થયું એવું હતું કે મૃતક યુવાન દિનારામ ફર્નિચરના કામ સાથે સંકળાયેલો હતો અને તેજ દરમીયાન સાળા અને બનેવી વચ્ચે ધંધાકીય બાબતે વારંવાર તકરાર ચાલતી હતી. જેમાં આરોપ લાગી રહ્યા છે કે બનેવી અમરારામ દ્વારા રૂપિયા માટે દીનારામ પર દબાણ કરવામાં આવતું હતું. અમરારામ સહિત અન્ય શખસો, ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના નામના શખ્સો રૂપિયા વસુલ કરી લીધા બાદ પણ ધર્મેન્દ્ર ઉર્ફે મુન્ના વધુ રકમની ઉઘરાણી કરવામાં આવતી હોવાના આક્ષેપ કરાયા છે. હાલ છેલ્લા ઘણા સમય થી વ્યાજખોરોબના ત્રાસ આવા આપઘાતના કિસ્સાઓ ખુબજ જોવા મળી રહયા છે તેવામાં પોલીસ તંત્ર હવે બીજી બાજુ રાજ્યમાં વ્યાજખોરો સામે કડક ઝૂંબેશ ચલાવી રહી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *