ટ્રક અને બાઈક ચાલક વચ્ચે ગંભીર અકસ્માત થતા યુવકનું કમકમાટી ભર્યું મોત જ્યારે બીજો યુવક….જાણો કયાની છે આ ઘટના

હાલ દેશમાં અને રાજ્યમાં ખુબજ અકસ્માત થતા જોવા મળી રહ્યા છે તેવામાં વ્યક્તિને ખુબજ ઇઝા થતા તેનું ઘટના સ્થળેજ મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ તેવીજ એક અકસ્માતની ઘટના સામી આવી રહી છે જેમાં એક ટ્રક ચાલકે પરિક્ષા આપવા જઈ રહેલ બાઈક ચાલક ને અડફેટે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જયારે અન્ય વિદ્યાર્થી ને ઇઝા પહોચી હતી તો ચાલો તમને સમગ્ર ઘટના વિષે રૂબરૂ કરાવ્યે.

ભરૂચ તાલુકાના ત્રાલસા ગામની નવીનગરીમાં રહેતા હિમાંશુ સુરેન્દ્રભાઈ સોલંકી અને આસિફ અબ્બાસ પટેલ મોટર સાઈકલ નંબર GJ 16 BE 2815 લઈ વાલિયાની પોલીટેકનીક કોલેજ ખાતે પરિક્ષા આપવા આવી રહ્યા હતા તે દરમિયાન વાલિયા અંકલેશ્વર માર્ગ ઉપર વટારીયા ગામની પનીયારીની વળાંક પાસે સામેથી આવેલા કંટ્રોલ વગરનો ટ્રક નંબર GJ05 BU 1189નાં ચાલકે બાઈક સવાર યુવકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માત અંગે ત્રાલસા ગામની નવી નગરીમાં રહેતા હિમાંશુ સોલંકીનું ઘટના સ્થળેજ જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું હતું અને જ્યારે આશીફ પટેલને ઇઝા થતા નજીકના પ્રાથમિક હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે તેને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ આ ઘટના અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ અત્રે ઉલ્લેખનીય છે કે, વાલિયા માર્ગ ઉપરથી માટી, રેતી અને કપચી સહિતનું મટરીયલ ભરી આડેધડ દોડતા ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.

પોકીટેક્નિકની પરીક્ષા વાલિયા કોલેજ આપવા જતા ભરૂચના ત્રાલસાના વિદ્યાર્થીને કાળમુખી હાઈવા ભરખી જતા ગામ, પરિજનો અને કોલેજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અને ગામના લોકો માં પણ શોકનો માહોલ છવાઈ ગયો હતો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.