મહેસાણાના પાંચોટ ગામના તળાવમાં ગણેશ વિસર્જનમાં યુવાનનું ડૂબી જતા ઘટના સ્થળેજ મોત… થયું એવુ કે…

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક ખુબજ દુઃખદ ઘટના સામે આવી રહી છે જીમા એક યુવકનું ગામાજ ગણેશ વિસર્જન કરવા જતા તળાવમાં ડૂબી જતાં મોત થયું છે જે બાદ આખુ ગામ હિબકે ચડ્યું હતું. આવો તમને વિગતે જણાવીએ.

મિત્રો વાત કરીએ તો આ દુઃખદ અકસ્માતની ઘટના મહેસાણાના પાંચોટના ગામમાંથી સામે આવી રહ્યો છે જ્યાં રવિવારે બપોરે ગણેશ વિસર્જન દરમ્યાન પાંચોટનો 23 વર્ષીય યુવાન વિજયજી રમેશજી ઠાકોર લપસી જતાં ગરક થયો હતો. સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ આદરી હતી. દરમિયાન મહેસાણા પાલિકા ફાયર ટીમને જાણ કરતાં સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં મહેસાણા પાલિકા ફાયર રેસ્ક્યુ ટીમે યુવાન વિજયજીના મૃતદેહને શોધને બહાર કઢાયો હતો.

જે બાદ લાશનું મહેસાણા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારજનોને સોંપાયો હતો.બે નાના બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી હોઇ પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થયા હતા.આ બનાવ અંગે મૃતકના પિતા રમેશજી ઠાકોરે તાલુકા પોલીસને જાણ કરતાં અકસ્માત મોત નોંધ કરાઇ હતી. ગામના લોકોએ કહ્યું કે તળાવ ઉંડુ છે અને વરસાદમાં પાણીથી ભરાયુ હોઇ યુવાન ડૂબતાં શોધખોળ કરાઇ હતી ફાયરની ટીમેને યુવક મૃત મળ્યો હતો.

આમ મિત્રો આ મોતના અકસ્માત માઁ ગણેશ વિસર્જન કરતી વખતે ધ્યાનનો અભાવ કે વધુ જોશમાઁ આવીને ઊંડા પાણીમાં નો જવું જોઈએ જેથી કરીને આપણો જીવ જોખમમાઁ ણો મુકાઈ અને આવા ગંભીર મોત ણા અકસ્માત આગળ જતા અટકાવી શકાય છે. વાત કરીએ તો હાલ ગણેશ વિસર્જન માઁ લોકો ખુબજ મોટી સઁખ્યામાઁ જતા હોઈ છે અને જોશમાં ને જોશમાં ઊંડા પાણી જતા રહે છે જે બાદ તેમનું પાણીમાઁ ડૂબી જવાથી મૃત્યુ થતું હોઈ છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *