અમરેલીના લીલીયા ગામમાં દિલ્હીના એક યુવકે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું, વિડિઓ બનાવી કહ્યું કે ‘આ લોકોએ મને મરવા પર મજબુર કર્યો’…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. આવો તમને સમગ્ર ઘટના જણાવીએ.

આ આપઘાતની ઘટના અમરેલીના લીલીયા ગામમાંથી સામી આવી રહી છે. જ્યા દિલ્હીના એક યુવકે આપઘાત કર્યો છે. તેમજ આપઘાત કરતા પહેલા તેણે એક વિડિઓ પણ બનાવીઓ હતો જેમાં કૌટુબિંકના લોકો હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. લીલીયા પોલીસે ઘટનાને લઇને વધુ તપાસ હાથ ધરી રહી છે.

યુવકે આપઘાત કરતા પહેલા વિડિઓમાઁ જણાવ્યુ કે ‘જ્યારે તમે આ વીડિયો જોતા હશો ત્યારે હું જીવતો નહીં રહું. મારે ફોઇના બે છોકરા છે કે જેને મને મરવા મજબૂર કરી નાખ્યો. મને નકરી ધમકી દઇ રહ્યાં છે. મારા મોતના જવાબદાર ખાલી મારી ફોઇના બે છોકરા છે. એકનું નામ મહેન્દ્ર છે અને એકનું નામ રવિ છે. જે કોઇ આ વીડિયો જુએ તે પોલીસમાં દઇ દે અને એમને મૂકે નહીં કોઇ વાતે.’ આમ ત્યારબાદ આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ યુવકના મૃત્યુ બાદ તેના પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. હાલમાં તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. જો કે, તમને જણાવી દઇએ કે આ ઘટનામાં યુવકે આપઘાત પહેલા બનાવેલા વીડિયોના કારણે એમ કહી શકાય કે તેના ફોઇના બે છોકરા પર પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી શકે છે.

કારણ કે યુવકે પોતાના વીડિયોમાં આપઘાત કરવા પાછળ માત્ર ફોઇના બે દીકરાઓને જ જવાબદાર ગણાવ્યા છે. જો કે, વીડિયોમાં રાકેશ હરીકિશને આપઘાત કરવા પાછળનું કારણ નથી જણાવ્યું. ત્યારે આખરે આ યુવકે કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. યુવકનો પરિવાર પણ આ વીડિયો જોઇને અચંબામાં મૂકાઇ ગયો છે કે આખરે એવું કયુ કારણ હશે કે જેના લીધે રાકેશે આપઘાત કરવાનો વારો આવ્યો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.