જમ્મુ-કાશ્મીર ખાતે માર્ગ અકસ્માતમાઁ ગાડી ઊંડી ખીણમાઁ પડી જવાથી સુરતના યુવાનનું અપમૃત્યુ… પિતા અને ભાઈ મૃતદેહ લેવા દિલ્હી પોહોચ્યાં…

આપણા પર જીવલેણ હુમલો ક્યારે અને કેવી રીતે થતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ ઘણી વખત એવો ગંભીર અકસ્માત સર્જાતો હોઈ છે જેના લીધે વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ પણ થતું હોઈ છે. હાલ એક તેવીજ ઘટના સામી આવી રહી છે. જેમાં સુરતનો એક યુવક જે પોતે ટુર સંચાલક છે જે જમ્મુ કાશ્મીર ટુર માટે ગયેલા હતાં ત્યારે ટુર સંચાલક સહીત 9 લોકો સાથે ગાડી ઉંડી ખીણમાઁ પડતાં બધાજ લોકોના મોત થયા હતા.

આ ઘટના મંગળવારે મોડી રાત્રે લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક થયેલી જેમાં માર્ગ અકસ્માતના સુરતના 36 વર્ષીય યુવકનું અપમૃત્યુ થતા પરિવારનો શોકમાં ગરકાવ થયો છે. આ માર્ગ અકસ્માતમાં એક ગાડી ઉંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત થયા હતા. જેની શ્રીનગર પોલીસે પરિવારને જાણ કરતાં યુવકના ભાઈ અને પિતા મૃતદેહ લેવા માટે દિલ્હી રવાના થયા છે.

મળતી માહિતી પ્રમાણે મંગળવારે મોડી રાત્રે લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક કારગિલથી સોનમર્ગ તરફ જઈ રહેલું વાહન 1,200 ફૂટ ઉંડી ખીણમાં ધસી પડવાના કારણે ચાલક સહિત 9 લોકોના મોત થયા છે જ્યારે એક 20 વર્ષીય યુવકને ઈજાઓ પહોંચી છે. મૃતકો પૈકીના 2 લોકો જમ્મુ કાશ્મીરના હતાં આમ તમામના ઘટના સ્થળેજ કમકમાટી ભર્યા મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ પોલીસને જાણ થતાં તરતજ ઘટના સ્થળે દોડી આવી હતી.

તેમજ સેના અને બીઆરઓના બચાવકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ બુધવારે સવારે વધુ 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં મૃતક અંકિત સંઘવી પોતે ટુર સંચાલક છે અને તેના પરિવારમાં પત્ની અને બે બાળકો, માતા-પિતા અને એક બહેન, ભાઈ છે. અંકિત સંઘવી ટૂર-સંચાલક હોવાને કારણે જમ્મુ-કાશ્મીર તેમજ અન્ય રાજ્યોમાં જતો હતો.

આ ઘટના બાદ મૃતક અંકિત સંઘવી ના પરિવારની રડી રડીને હાલત બેહાલ થઈ છે. તેમજ શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલો નંબર જોડીને તેના પરિવારને આ દુઃખદ ઘટનાની જાણકારી આપી હતી. ત્યાર બાદ અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા માટે રવાના થયા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *