અમદાવાદની યુવતીના કારણે તમિલનાડુના યુવકનું હવે આત્મનિર્ભર બનવાનું સપનું પૂરું થશે….જાણો તેની પાછળનું રહસ્ય

હાલમાં ભારતમાં અનેક લોકો પોતાના પ્રિયજનના મૃત્યુ પછી નેક કામ કરવા માટે તેમના કિડની,ફેફસાં,લીવર અને હાર્ટ અંગેનું તો ટ્રાન્સપ્લાન્ટ વિશેના કેસો દરેક લોકોએ સાંભળ્યા જ હસે.પરંતુ હવે ગુજરાતમાં પણ આ અનોખી સેવા શરૂ કરવામાં આવી છે.જેમાં મોટી સંખ્યામાં ડોનેશનની સંખ્યા જોવા મળે છે.જેમાં પણ ઇન્ટર – જેન્ડર હેન્ડ પ્લાન્ટના કેસ ભારતમાં બહુબોચા જોવા મળે છે જેમાં અમદાવાદ ખાતે પહેલું વાર ૨૦૨૧ માં આવું ઇન્ટર – જેન્ડર હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.અને ત્યાર પછી આવા ૪ પ્રકારના ડોનેશન જોવા મળ્યા હતા.આમ સૌથી વધારે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતના ગુજરાત રાજ્યમાં આવા હાથનું દાન કરનાર લોકોની સંખ્યા જોવા મળી છે.જેનાથી જરૂરિયાત ધરાવતા લોકોને સહાય થઈ સકે છે.


હાલમાં જ એક એવા જ હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ નો કિસ્સો સામે આવ્યો છે જે અમદાવાદની યુવતીના હાથ તમિલનાડુ ના યુવકને આપવામાં આવશે જે તેના આગળના જીવનમાં મદદરૂપ બનશે.તમિલનાડુના કંચિપુરમ માં રહેતા ૨૪ વર્ષના વેંકટેશન ના હાથ ૨૦૧૮ ની સાલમાં ગુમાવી દીધા હતા.જેમાં બન્યું એવું કે તે પોતાના વર્કશોપ માં કામ કરી રહ્યો હતો.ત્યારે ઇન્સ્તુમેંત માં ખામી સર્જાઈ હતી અને તેનાથી વીજળીનો જોરદાર ઝટકો લાગ્યો હતો.હાઈવોલ્ટેજ ઇલેક્ટ્રિક બેનના કારણે વેંકટેશ ના હાથને મોટા પ્રમાણમાં નુકશાન થયું હતું.

આથી બે મહિનાની અંદર તેનો જીવ બચાવવા માટે તેના હાથ કાપી નાખવા પડ્યા હતા.હાલમાં તે ૪ વર્ષ ના લાંબા સમય પછી હાથ હોવાની અનુભૂતિ કરી સકે છે.જે અમદાવાદની યુવતી દ્વારા આપવામાં આવેલા હાથના ડોનેશન ના કારણે આ સંભવ થયું હતું. આ ખુશીના પ્રસંગે શનિવારે સર્જરી કરનાર તબીબોનું ઉપરાષ્ટ્રપતિ એમ વૈંકેયા નાયડુએ ચેન્નાઇ માં સમ્માન કર્યું હતું.આ સન્માન વેંકટેશના હાથ ટ્રાન્સપલાન્ટ થયાના ૨ મહિના પછી તેની સફળતાને લીધે કરવામાં આવ્યું હતું.


ચેન્નઈ ની ગ્લોબલ હેલ્થ સિટી હોસ્પિટલના પ્લાસ્ટિક અને રિકંસ્ટ્રક્ટિવ સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ અને હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ના ડૉ. એસ. સેલ્વા સીતારમણે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા ને જણાવ્યું હતું કે આ કેસમાં અનેક પડકારો સામે આવ્યા હતા.રાજ્યના સતાધીશો પાસે રજીસ્ટ્રેશન કરાવવા છતાં યોગ્ય મેચ મળવો મુશ્કેલ છે કેમકે હાથનું દાન બહુ જ જૂજ લોકો કરતા હોય છે.

આ અંગદાન કરવામાં અંગદાન કરનાર અને મેળવનાર બંન્ને માત્ર મુશ્કેલ બાબત કહી શકાય છે.કારણકે આ પર્કિયમાં સમયનું મૂલ્ય બહુ હોય છે. ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી અપન અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમાં આ કેસમાં વેંકટેશને આજીવન નો સવાલ હતો તેના હાથ તેના આગળનું જીવન સરળ બનાવવા જઈ રહ્યાં હતાં.અને તેને આત્મનિર્ભર બનવાનું હતું.કારણકે તેની સાથે થયેલી દુર્ઘટના પછી તેને ફરી પોતાની જાતે ઉભુ થઈ કઈક કરી બતાવવાનું હતું.

ઇન્ટર જેન્દર ટ્રાન્સપ્લાન્ટ અને વાત કરતા ડો.સીતારમણે જણાવ્યું હતું કે
અગાઉ મુંબઈમાં એક પુરુષનો હાથ મહિલાના શરીર સાથે જોડવામાં આવ્યો હતો.જેમાં સૌથી અગત્યનું છે સુસંગત થવું.થોડા મહિનામાં જ મહિલાને જે હાથ બેસાડ્યો છે તેનો રંગ બદલાઈ જશે અને હોર્મોન્સ સક્રિય બનતા વાળ પણ આવશે.જોકે હાથ સંપૂર્ણ કામ કરી સકે તે માટે હજુ વર્ષનો સમય લાગશે.તેમાં સાથે ફિક્સિયોઠેરાપી અને અન્ય કસરતો કરવાની પણ આવશે.સાથે શરૂઆતના દિવસોમાં દર્દીને ઇમ્યુનોસપ્રેશન દવાઓ આપવામાં આવશે.જેથી તેનું શરીર બહુ અંગ અપનાવી રહ્યું છે તેનો પ્રતિકાર ન મળે.

 

વેંકટેશ નું કહેવું છે કે હવે હાથ મળી જતા તે સ્વતંત્ર અનુભવી રહ્યો છે.
અને હવે તે કામ શરૂ કરી શકસે.૨૮ મેના રોજ અમદાવાદની સિવિલ હોસ્પિટલ માં ૨૬ વર્ષની મેઘા ખોબ્રગડ એ બ્રેન્દેડ થતાં તેની કિડની,હદય ,લીવર અને હાથનું દાન કરવામાં આવ્યું હતું.જેમાં તેનાં હાથ તમિલનાડુ મોકલવામાં આવ્યા હતા અને જ્યારે કિડની અને લીવર IKDRC માં મોકલવામાં આવ્યા હતા અને હદય ઝાયરદ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું.

મેઘા ની બહેન લક્ષ્મી એ જણાવ્યું હતુ કે, મેધા બહુ જ દયાળુ સ્વભાવ ની હતી તે હંમેશા લોકોનું ભલું કરતી જોવા મળતી હતી.પરંતુ તે લાંબા સમયથી એક બીમારીથી પીડિત હતી.તેને દેખરેખની બહુ જ જરૂર હતી જે તે પોતાની જાતે ધ્યાન પણ રાખતી હતી.આ અંગદાન થી મેઘાએ અનેક લોકોના જીવ બચાવી લીધા છે.અને નવું જીવન આપ્યું છે.તે હંમેશાં અમારી યાદોમાં જીવિત રહેશે.આ સાથે જ લક્ષ્મી લોકોને અંડાં કરવા માટે અપીલ કરી હતી.જેમાં કહ્યું હતી કે ‘શરીર રાખ થઈ જશેપરંતુ અંગો કોઈકને નવું જીવન આપશે’.

સીવીલ હોસ્પિટલ ના મેડિકલ સુપ્રિટેન્ડન ડૉ રાકેશ જોષી જણાવે છે કે સિવિલ હોસ્પિટલ માં હાથનું દાન લેવાનું શરૂ કર્યું છે ત્યારથી ત્રણ જોડી આવે છે.અને અત્યાર સુધીનું ગુજરાતનું આ પ્રથમ મોખરું સ્થાન ગણાય છે.જેમાં એક તો ૧૪ વર્ષના દર્દીનું દાન પણ હતું.અમારી પાસે હવે નિષ્ણાત તબીબો છે જે હાથ ટ્રાન્સપ્લાન્ટ કરી સકે છે અને ગ્રીન કોરિડોર ની સિસ્ટમ થી જે તે અંગને તત્કાળ એરલિફ્ટ કરાવવામાં માટે એરપોર્ટ પણ મોકલવામાં આવે છે.અન્ય અંગોની સરખામણીમાં મૃતકોના પરિવારજનો હાથનું દાન કરતા ખચકાટ અનુભવે છે.કેમકે તેમને લાગી છે કે હાથ વગરનો મૃતદેહ ખોડખાંપણ વાળો લાગશે.પરંતુ અંતિમ સંસ્કાર વખતે મૃતકનો દેહ આવો ના જણાય તે માટે અમે પોસ્થેતિક હાથ બનાવી આપતા હોઈએ છીએ જેથી દેખાવમાં કોઈ કમી જણાય નહિ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.