સ્વીડનમાઁ રહેતા યુવકને ભારતની યુવતી સાથે થયો પ્રેમ અને કર્યા હિન્દૂ રિતિરિવાજ પ્રમાણે લગ્ન, આવી રીતે આંખ મળી હતી…
કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે આ વિદેશી યુવકને દેશી યુવતી પર દિલ આવી જતા પડ્યો પ્રેમમાઁ અને કર્યા લગ્ન. ચાલો તમને આ પ્રેમ કહાનિ વિસ્તારમાં જણાવીએ.
વાત કરીએ તો કાનપુરઃ સ્વિડનમાં રહેતા એક યુવકે કાનપુરની યુવતી સાથે લગ્ન કર્યા. વિદેશી યુવક સાથેના લગ્નને જોવા મોટા પ્રમાણમાં લોકો ભેગા થયા હતા. વિદેશી દુલ્હાએ પરંપરાગત હિંદુ વિધિ અનુસાર માગમાં સિંદૂર ભરવાની સાથે સાત ફેરા ફર્યા હતા.
તેમજ ગુંજન વિહારમાં રહેતા બલરામ દ્વિવેદી ફર્ટિલાઈઝર કંપનીમાં નોકરી કરે છે. તેમના 4 બાળકો છે. સૌથી મોટી દીકરી પ્રીતિ સ્વિડનમાં એક એમએનસી કંપનીમાં નોકરી કરે છે. પ્રીતિએ જણાવ્યું કે,‘હું જ્યાં કામ કરું છું ત્યા કામ કરતા સાથી કર્મચારી એડવિન સાથે મારી મિત્રતા થઈ હતી.
આમ ધીમે-ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી. મે મારા પરિવારને એડવિન સાથે લગ્ન કરવાની વાત કરતા તેમણે આ અંગે ઈન્કાર કરી દીધો. માતા-પિતા નોકરી છોડી ભારત પરત ફરવા દબાણ કરવા લાગ્યા. જ્યારે એડવિનનો પરિવાર પ્રીતિ સાથેના લગ્ન માટે તૈયાર હતો.’ બાદમાં એડવિનના પરિવારે પ્રીતિના માતા-પિતા સાથે વાત કરી અને તેમને વિશ્વાસ અપાવ્યો કે- તેઓ પ્રીતિને ખુશ રાખશે. જે પછી યુવતીના પરિવારજનો પણ આ લગ્ન માટે તૈયાર થયા. એડવિન અને પ્રીતિએ પહેલા સ્વિડનમાં કોર્ટ મેરેજ કર્યા અને પછી તેઓ ભારત આવી ગયા. અહીં કાનપુરમાં બંનેએ હિંદુ રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.